RBI Monetary Policy 2024: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનિટરી પોલિસી કમિટિ (MPC) ત્રણ દિવસની બેઠકના અંતે આજે રેપો રેટ યથાવત રાખવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી, 2023માં રેપો રેટમાં (Repo Rate) વધારો કરી 6.50 ટકાના સ્તરે લઈ જવાયા બાદ રિઝર્વ બેન્કે ત્યારપછીની દરેક બેઠકમાં વ્યાજ દર જાળવી રાખ્યો છે. એવી અપેક્ષા હતી કે આરબીઆઈ ચૂંટણી પહેલા તેના નિર્ણયથી આશ્ચર્યચકિત કરી શકે છે પરંતુ આરબીઆઈએ સાતમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. મતલબ કે સામાન્ય માણસ માટે EMIમાં કોઈ રાહત મળશે નહીં.
ADVERTISEMENT
નાણાકીય વર્ષ 2025માં ભારતનો GDP 7 ટકા વધશે
RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, નાણાકીય વર્ષ 2024-25માં ભારતની અર્થવ્યવસ્થા 7 ટકાની ઝડપે વૃદ્ધિ પામશે. નાણાકીય વર્ષ 2025 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીની વાસ્તવિક વૃદ્ધિ 7.1 ટકા, બીજા ક્વાર્ટરમાં 6.9 ટકા અને ત્રીજા-ચોથા ક્વાર્ટરમાં 7 ટકા રહેવાનો અંદાજ છે.
ADVERTISEMENT