ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારાઈ
દેશમાં UPI ટ્રાન્ઝેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે. દર મહિને UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધી રહી છે. તેને જોતા RBIએ મોટી રાહત આપી છે. રિઝર્વ બેંકે UPI દ્વારા ટ્રાન્ઝેક્શનની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે.
ADVERTISEMENT
કોને-કોને થશે લાભ?
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં UPI ટ્રાન્ઝેક્શનની મર્યાદા હવે 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે. RBIએ UPI ઓટો પેમેન્ટની મર્યાદા વધારવાની દરખાસ્ત કરી છે.
રેપો રેટમાં નથી કરાયો કોઈ ફેરફાર
RBIના આ નિર્ણયનો લાભ માત્ર હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને જ થશે. આ જગ્યાઓ પર તમે UPI દ્વારા 5 લાખ રૂપિયા સુધીની ચૂકવણી કરી શકો છો. આમ કરવાથી UPIના ઉપયોગને પ્રોત્સાહન મળશે. લોકો હોસ્પિટલો અને શાળા-કોલેજોની ફી સરળતાથી UPI દ્વારા ભરી શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ અંગે કોઈ ફેરફાર કર્યો નથી. રિઝર્વ બેંકે રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખ્યો છે. આરબીઆઈના આ નિર્ણયથી સસ્તી લોનને લઈને લોકોની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે.
ADVERTISEMENT