નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંક (Reserve bank of India) ના ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikanta Das) દ્વારા મોંઘવારી અંગે એકવાર ફરીથી ચેતવણી ઉચ્ચારી છે. તેમણે કહ્યું કે, મોંઘવારી હજી પણ આરબીઆઇના લક્ષ્યથી ઉપર છે. તેવામાં મોંઘવારી અંગે હમે સતર્ક છીએ અને આગળ પણ તેના પર ફોકસ રાખીશું. તેમણે કહ્યું કે, છુટક મોંઘવારી (Retail Inflation) અંગે અનેક પગલા ઉઠાવાયા છે. ગ્રોથના બદલે મોંઘવારને ઘટાડવા પર વધારે ભાર આપ્યો છે. મોનિટરી પોલિસીથી મોંઘવારી અંગે જ ચર્ચા વધારે થઇ છે. જો કે ખાદ્ય મોંઘવારી (Food Inflation) હજી પણ ચિંતાનો વિષય છે. જે ભારતની સાથે અન્ય દેશો માટે પણ એક સમસ્યા છે.
ADVERTISEMENT
RBI ગવર્નરે બુધવારે કહ્યું કે, હાલમાં જ કિંમતોમાં નરમી છતા ભારત હવામાનની ઘટનાઓ અને વૈશ્વિક ખાદ્યાન્ન મોંઘવારીના ઝટકા પ્રત્યે સંવેદનશીલ છે. દાસે બેંકરોને એક સમ્મેલનમાં બોલતા કહ્યું કે, મોંઘવારીમાં ભલે ઘટાડો થયો હોય, પરંતુ MPC ને મોંઘવારી અંગે સતર્ક રહેવું જોઇએ. RBI ગવર્નરની એક મહિના દરમિયાન મોંઘવારીના જોખ અંગે આ બીજી વખત ચેતવણી ઉચ્ચારી છે. આ અગાઉ 8 નવેમ્બરે જાપાનમાં શક્તિકાંત દાસે ચિંતા વ્યક્ત કરી હતી.
વધી શકે છે અર્થવ્યવસ્થામાં માંગ
મંગળવારે નાણામંત્રાલયે એક રિપોર્ટમાં કહ્યું હતું કે, તેઓ વિકાસ અંગે આશાવાદી છે. જો કે મોંઘવારી અંગે સતર્ક છે. સરકારને આશા છે કે, આગામી સમયમાં કિંમતોમાં મોટો ઘટાડો આવી શકે છે. એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં માંગ વધી શકે છે. બીજી તરફ દાસે આગળ કહ્યું કે, મોંઘવારીના લક્ષ્યની સાથે જ બેલેન્સશીટ મજબુત કરવા, બૈંકિંગ સિસ્ટમ અંગેના રિસ્ત અંગે પુરતી માહિતી છે.
બેંકોને કેમ નથી આપવા માંગાત વધારે લોન
બેંકોના રિસ્ક અંગે વાત કરતા આરબીઆઇ ગવર્નરે કહ્યું કે, બેંક અને NBFC ને સ્ટ્રેસ ટેસ્ટિંગ ચાલુ રાખવું જોઇએ. એસેટ લાયેબિલિટી મેનેજમેન્ટ મજબુત રાખવું પડશે. કેટલાક લેણદારોએ લોનની અવધિ વધારી છે. તેવામાં લાયેબલિટીને જાળવી રાખવા માટે બેંકોને વધારે લોન ન આપવી જોઇએ.
શું કહે છે મોંઘવારીના આંકડા
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરની મોંઘવારીના આંકડાને જોઇએ તો શાકભાજીની કિંમતોમાં નરમીના કારણે ભારતની છુટક મોંઘવારી ત્રણ મહિનાના નિચલા સ્તર 5.02 ટકા પર આવી ચુકી છે. જો કે હજી પણ તે 4 ટકાના લક્ષ્ય કરતા વધારે છે. ઓક્ટોબરમાં કંજ્યુમર ઇફ્લેશન ટાર્ગેટના આશરે 4.87 ટકાના સ્તર પર પહોંચી ગઇ જે ચાર મહિનાનું નિચલુ સ્તર છે. જો કે ખાદ્ય અને પીવાના પદાર્થોની મોંઘવારી ગત્ત મહિનાની તુલનાએ ઓક્ટોબરમાં 6.24 ટકા પર યથાવત્ત છે. કેન્દ્રીય બેંકોએ ગત્ત ચાર બેઠક દરમિયાન નીતિ દરને અનચેંજ રાખવાની આશા છે કે, 2023-24 માં એવરેજ ઇન્ફ્લેશન 5.4 ટકા રહેશે, જે ગત્ત વર્ષના મોંઘવારી દર કરતા ઓછી છે.
ADVERTISEMENT