- Paytm પેમેન્ટ્સ બેંક પર RBIની કાર્યવાહી
- રિઝર્વ બેંકને પેટીએમમાં ગડબડ મળી હતી
- 1000 યુઝર્સના એકાઉન્ટ એક PAN સાથે હતા લિંક
Paytm Payments Bank: RBIની કાર્યવાહી બાદ Paytm પેમેન્ટ્સ બેંક અને તેની કામ કરવાની રીતને લઈને સવાલો ઉઠી રહ્યા છે. રિઝર્વ બેંકને પેટીએમમાં ગડબડ મળી હતી, જેના પછી તેની સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, Paytm પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ પણ રદ્દ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Paytm પેમેન્ટ્સ બેંકના 1000થી વધુ ગ્રાહકોના એકાઉન્ટ એક જ PAN સાથે લિંક હતા.
ADVERTISEMENT
Paytmને અગાઉ અપાઈ હતી ચેતવણી
RBIને ગડબડની આશંકા હતી, જેના વિશે બેંકને અગાઉ ચેતવણી આપવામાં આવી હતી. જે બાદ પણ Paytmએ તેને ઠીક કરવા માટે યોગ્ય પગલાં ન લીધાં. આમાં સૌથી મોટી ગડબડ KYCને લઈને હતી. આરબીઆઈને તેમાં ખામીઓ જોવા મળી હતી.
KYC નિયમોનું ઉલ્લંઘન
Paytmના હજારો એવા યુઝર્સ હતા, જેમણે KYCના દસ્તાવેજો સબમિટ કર્યા ન હતા. સાથે જ કંપનીએ તેના ઘણા યુઝર્સનું KYC કરાવ્યું નથી. હજારો યુઝર્સ પાસે એક જ પાન નંબર હોવાનું જાણવા મળ્યું હતું. રિઝર્વ બેંકને આશંકા હતી કે કંપનીમાં કેટલીક ગડબડ ચાલી રહી છે, જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
KYC શું છે?
KYC એટલે Know Your Customer. જેમાં યુઝરે જરૂરી ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના હોય છે, જેથી બેંકની પાસે પૂરતી માહિતી રહે અને તેમની ઓળખ થઈ શકે. કેવાયસી પ્રક્રિયાને અનુસરવી મહત્વપૂર્ણ છે.
Paytm ને મોટું નુકસાન
આરબીઆઈને કેટલાક એકાઉન્ટમાંથી મની લોન્ડ્રિંગની આશંકા હતી. RBIની કાર્યવાહી બાદ Paytmના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. કંપનીના શેર માત્ર બે દિવસમાં 36% તૂટ્યા છે. પેટીએમને મોટું નુકસાન થયું છે.
ADVERTISEMENT