દિલ્હીઃ RBIએ ગુરુવારે બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી એ 10 શખસો અંગે સરકારને જાણકારી આપવા માટે કહ્યું છે જેમણે આ મહિનાની શરૂઆતમાં ગૃહ મંત્રાલયે આતંકવાદી જાહેર કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે યૂએપીએ હેઠળ ગૃહ મંત્રાલયે 4 ઓક્ટોબરે હિજબુલ મુજાહિદ્દીન, લશ્કર એ તૈયબા અને અન્ય પ્રતિબંધિત સંગઠનોના કુલ 10 શખસોને આતંકવાદી કરાર કરી દીધા હતા.
ADVERTISEMENT
એક પાકિસ્તાની નાગરિક પણ સામેલ
સરકારે જેમને આતંકવાદી ઘોષિત કર્યા છે તેમાંથી એક પાકિસ્તાની નાગરિક પણ છે. જેનું નામ હબીબુલ્લાહ મલિક ઉર્ફ સાજિક જટ્ટ છે. આની સાથે જમ્મુ-કાશ્મીરના બારામૂલા, સોપોરના પણ 2 શખસોને સરકારે આતંકવાદી જાહેર કરી દીધા છે. આવી રીતે કુલ 10 શખસો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ADVERTISEMENT