PM Kisan Samman Nidhi: શું તમે ખેડૂત છો? જો હાં, તો ભારત સરકાર તમારા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. જો તમે પણ આ યોજના માટે પાત્ર છો, તો તમે પણ આ યોજનામાં જોડાઈને લાભ લઈ શકો છો. વાસ્તવમાં, દર ચાર મહિને લાભાર્થીઓને 2-2 હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કરોડો ખેડૂતોને 17 હપ્તાના પૈસા મળી ચૂક્યા છે, જે DBT દ્વારા સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે. ખેડૂતો હવે 18મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે આ હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યાં સુધીમાં આવશે? જો નહીં, તો ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ...
ADVERTISEMENT
17મો હપ્તો ક્યારે આવ્યો હતો?
PM કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 17 હપ્તા અપાઈ ચૂક્યા છે. ગત 18 જૂન 2024ના રોજ 17મો હપ્તો મોકલવામાં આવ્યો હતો, જેનો લાભ 9 કરોડથી વધુ ખેડૂતોને મળ્યો હતો. DBT દ્વારા પાત્ર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2-2 હજારના હપ્તા મોકલવામાં આવ્યા હતા.
ક્યારે જાહેર થઈ શકે છે હપ્તો?
આવી સ્થિતિમાં હવે આ યોજના સાથે જોડાયેલા ખેડૂતો 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જોકે, 18મા હપ્તા વિશે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને ન તો સત્તાવાર વેબસાઈટ પર કોઈ માહિતી છે. પરંતુ એવું માનવામાં આવે છે કે ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં 18મો હપ્તો આવી શકે છે.
શું છે હપ્તાનો નિયમ?
હપ્તાના નિયમની વાત કરીએ તો દર ચાર મહિને સરકાર આ યોજના હેઠળ હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલે છે. હવે તેને આ રીતે સમજો કે જૂન મહિનામાં 17મો હપ્તો મોકલવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો જૂનના 4 મહિના બાદ ઓક્ટોબર મહિનામાં મોકલવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબર મહિનામાં હપ્તો જાહેર થઈ શકે છે.
...તો જ મળશે આ યોજનાનો લાભ
જો તમે હપ્તાનો લાભ મેળવવા માંગતા હોવ તો તમારે ત્રણ કામ કરવા પડશે જેમાં પ્રથમ કામ e-KYC કરાવવાનું છે, બાજુ કામ છે જમીનની ચકાસણી કરાવવાનું અને સાથે જ તમારા આધાર કાર્ડને તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવું પણ જરૂરી છે. જેથી તમે હપ્તાનો લાભ મેળવી શકો.
ADVERTISEMENT