દિલ્હીઃ બ્રિટિશ વડાપ્રધાન લિઝ ટ્રસના રાજીનામા બાદ ભારત સાથેનો તેમનો મુક્ત વેપાર કરાર પણ જોખમમાં મુકાઈ રહ્યો છે. જો કે, કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે ખાતરી આપી હતી કે આ સોદો યોગ્ય દિશામાં જઈ રહ્યો છે, ભારત તેના પર યુકે સાથે આગળ વધતા પહેલા ત્યાં નેતૃત્વમાં પરિવર્તનની રાહ જોઈ રહ્યું છે.
ADVERTISEMENT
યુકે સાથેની વ્યૂહરચના અંગે કર્યો ઘટસ્ફોટ
ગોયલે કહ્યું કે અમારે રાહ જોવી પડશે અને જોવું પડશે કે તેમની પાસે તાત્કાલિક નેતૃત્વ પરિવર્તન માટે કોઈ વિકલ્પ છે કે નહીં. ચાલો જોઈએ કે સરકારમાં કોણ આવે છે અને તેમના મંતવ્યો શું છે. ત્યારે જ અમે યુકે સાથે વ્યૂહરચના બનાવી શકીશું.
બ્રિટનના વડા પ્રધાન ટ્રસે બે મહિનાથી ઓછા સમય સુધી સત્તામાં રહ્યા બાદ ગુરુવારે રાજીનામું આપી દીધું હતું. ટ્રસે એમ કહીને રાજીનામું આપ્યું હતું કે તે માને છે કે જે જનાદેશ માટે ચૂંટાઈ હતી તેની આકાંક્ષાઓ પ્રમાણે તે કાર્ય કરી શકશે નહીં.
કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ની નેશનલ એક્સપોર્ટ સમિટમાં ગોયલે કહ્યું કે યુકેના રાજકારણીઓ અને ઉદ્યોગો એ વાતને ઓળખે છે કે તેમના માટે પણ ભારત સાથે FTA હોય તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ હું માનું છું કે યુકે, કેનેડા, EU. અમારા એક કે બે FTA સાથે અમે ટૂંક સમયમાં લોન્ચ કરી શકીએ છીએ.
યુકે પીએમએ તેમની સ્પિચમાં કહ્યું કે હું મહાન આર્થિક અને આંતરરાષ્ટ્રીય અસ્થિરતાના સમયે ઓફિસમાં આવી છું. લોકો અને ઉદ્યોગો તેમના બિલ ચૂકવવા અંગે ચિંતિત છે, યુક્રેનમાં પુતિનનું યુદ્ધ આપણા સમગ્ર ખંડ અને આપણા દેશની સુરક્ષાને જોખમમાં મૂકે છે. જેના કારણે દેશનો આર્થિક વિકાસ ઘણા સમયથી અટકી ગયો છે. ટ્રસે કહ્યું કે જ્યાં સુધી ઉત્તરાધિકારીની પસંદગી ન થાય ત્યાં સુધી હું વડાપ્રધાન રહીશ. આભાર.
અગાઉ, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત અને યુકે વચ્ચે ટૂંક સમયમાં કોઈ પ્રકારનો FTA થાય તે જોવું સારું રહેશે, પરંતુ આવી બાબતો વાટાઘાટકારો પર છોડી દેવું વધુ સારું છે. દિવાળી સુધીમાં સોદો પૂરો કરવાનો લક્ષ્યાંક હતો, પરંતુ આવા લક્ષ્યો વાટાઘાટો પર નિર્ભર છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે આગળ વધવા માટે આ કરારોના પરસ્પર અમલીકરણની જરૂર પડશે. તેમણે કહ્યું કે વાટાઘાટો ચાલુ છે અને બંને પક્ષો FTA સુધી પહોંચવા આતુર છે જે બંને દેશોને મદદ કરશે.
ADVERTISEMENT