Petrol-Diesel Price: સામાન્ય જનતા માટે મોટી રાહતના સમાચાર, ગુજરાતમાં સસ્તુ થયું પેટ્રોલ અને ડીઝલ

Petrol-Diesel Price: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે લગભગ 6 વાગ્યે WTI ક્રૂડ લગભગ ફ્લેટ રહ્યું હતું અને…

gujarattak
follow google news
Petrol-Diesel Price: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે લગભગ 6 વાગ્યે WTI ક્રૂડ લગભગ ફ્લેટ રહ્યું હતું અને પ્રતિ બેરલ 70.94 ડોલર પર વેચાઈ રહ્યું હતું. જ્યારે બ્રેન્ટ ક્રૂડ 2.64 ડોલરના ઘટાડા સાથે 76.12 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. આ વચ્ચે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. ભારતમાં દરરોજ સવારે 6 વાગ્યે ઈંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે. જૂન 2017 પહેલા દર 15 દિવસે ભાવમાં સુધારો કરવામાં આવતો હતો.

ગુજરાત અને MPમાં ઘટ્યા ભાવ

ઓઈલ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ભાવ વિશે વાત કરીએ તો ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 56 પૈસાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે મધ્યપ્રદેશમાં પેટ્રોલ 30 અને ડીઝલ 28 પૈસા સસ્તુ થયું છે. આ સિવાય કોઈ રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. બીજી તરફ મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલ 52 પૈસા મોંઘુ થયું છે. પંજાબમાં પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 21 પૈસા મોંઘુ થયું છે.

મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

– દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 90.08 રૂપિયા પ્રતિ લીટર
– મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર
–  કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર
– ચેન્નાઈમાં પેટ્રોલ 102.73 રૂપિયા અને ડીઝલ 94.33 રૂપિયા પ્રતિ લીટર
– અમદાવાદમાં પેટ્રોલ 96.64 રૂપિયા અને ડીઝલ 92.39 રૂપિયા પ્રતિ લીટર

દરરોજ સવારે 6 વાગ્યે જાહેર થાય છે નવા ભાવ

દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે અને નવા ભાવ જાહેર થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલા મોંઘા પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે.
    follow whatsapp