Penny Stock Returns: શેરબજારમાં ઘણા એવા શેર છે જે તમને થોડા જ સમયમાં મલ્ટીબેગર રિટર્ન (Multibagger stock) આપ્યું છે. કાર્બન બ્લેક નિર્માતા PCBL લિમિટેડ કંપનીના શેરનો ભાવ માર્ચ 2020 માં ₹31 ના સ્તર પર હતો જે શેર આજે ₹246 ના સ્તર પર છે. જો શેરના રિટર્નની વાત કરવામાં આવે તો 684% નું રિટર્ન આપ્યું છે.
ADVERTISEMENT
છેલ્લા 10 વર્ષમાં શેરે રોકાણકરોને આપ્યું તગડું રિટર્ન
જો આ કંપનીના છેલ્લા 10 વર્ષના પરર્ફોમન્સની વાત કરવામાં આવે તો PCBL લિમિટેડના શેર 7 વખત પોઝિટિવ રિટર્ન આપ્યું છે. તેમાંથી વાર્ષિક કેલેન્ડર 2017 માં આ શેરની કિંમત ટોચ પર જોવા મળી હતી અને સૌથી વધુ 338% નું રિટર્ન આપ્યું હતું. તો બીજી બાજુએ વર્ષ 2023 માં શેરમાં 94% ની તેજી આવી. આ શેરની કિંમત 10 વર્ષ પહેલાં 5.65 પર હતી અને જો હાલના સમયગાળાની વાત કરવામાં આવે તો રોકાણકારોને 4253% નું તગડું રિટર્ન મળ્યું હતું. તમને જણાવી દઇએ કે ભારતમાં સૌથી મોટા કાર્બન બ્લેક નિર્માતાઓમાંથી એક છે અને 45 થી વધુ દેશોમાં તેના ગ્રાહકો છે. કાર્બન બ્લેક, જે ઓટોમોટિવ ટાયરોના ઉત્પાદનમાં મુખ્ય કાચો માલ છે, કાર્બન બ્લેક ફીડસ્ટોક (સીબીએફએસ) અને ટાર ઓઇલનો ઉપયોગ કરીને ઉત્પાદિત કરવામાં આવે છે.
હવે ₹335 પર જશે ભાવ
જો વૈશ્વિક બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલે શેરમાં તાજેતરના સુધાર અને કંપની માટે પોઝિટિવ આઉટલુક આપતા ખરીદ રેટિંગ આપી છે. સાથે જ ₹335 પ્રતિ શેરનો ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે. બ્રોકરેજના ફર્મ PCBL જેવા સીબીએફએસ-આધારિત કંપનીઓથી ચીનના સીબીઓ-આધારિત કાર્બન બ્લેક ઉત્પાદકો પર પ્રતિસ્પર્ધાત્મક બઢત બનાવી રાખવાની આશા છે.
ADVERTISEMENT