Paytmના શેરમાં 20% નો મોટો કડાકો, જાણો ઘટાડા પાછળનું મુખ્ય કારણ

Paytm Share Price : આજે બજાર ખુલતાની સાથે જ ફિનટેક ફર્મ One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ (Paytm)ના શેરમાં 20% નો મોટો ઘટાડો નોંધાયો હતો. શેરમાં હજુ પણ…

gujarattak
follow google news

Paytm Share Price : આજે બજાર ખુલતાની સાથે જ ફિનટેક ફર્મ One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ (Paytm)ના શેરમાં 20% નો મોટો ઘટાડો નોંધાયો હતો. શેરમાં હજુ પણ ભારે નબળાઈ જોવા મળી રહી છે. સવારે 10 વાગ્યા સુધીમાં, શેર 16.43% ના ઘટાડા સાથે રૂ. 679.50 પર ટ્રેડ થઇ રહ્યો હતો. આજે ટ્રેડિંગની શરૂઆતમાં જ આ શેર 650.65 રૂપિયાના દિવસની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી 998.30 રૂપિયા છે.

Paytm ના શેરમાં મોટા ઘટાડા પાછળનું કારણ

આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ છે કે RBI દ્વારા પર્સનલ લોનના નિયમોમાં ફેરફાર બાદ Paytm રૂ. 50,000થી નીચેની પર્સનલ લોનની સંખ્યામાં ઘટાડો કરશે. આ યોજના જાહેર થતા જ તાત્કાલિક તેની અસર તેના શેરમાં જોવા મળી છે. આ નિર્ણય બ્રોકરેજ માટે પણ એક ઝટકો હતો, જેના કારણે તેમને કંપની માટે તેમની આવકના અંદાજમાં કાપ મૂકવાની ફરજ પડી. Paytm અનુસાર, કંપની 50,000 રૂપિયાથી નીચેની અસુરક્ષિત લોનનું સ્તર ધીમે ધીમે ઘટાડશે. પોસ્ટપેડ એક લોન પોર્ટફોલિયો છે જે મુખ્યત્વે 50,000 રૂપિયાથી ઓછી માંગ પર આપવામાં આવે છે. જોકે, નિષ્ણાતો અનુસાર Paytmના નિર્ણય પછી પોસ્ટપેડ લોન અડધી થઈ શકે છે, પરંતુ માર્જિન અથવા આવક પર તેની કોઈ અસર થશે નહિ ઉપરાંત આવક પર પણ તેની અસર ન્યૂનતમ રહેશે.

RBI ના નિયમથી Paytm ની લોનમાં લગભગ 40%-50%નો ઘટાડો થશે

તાજેતરમાં RBI એ પર્સનલ લોન આપતી વખતે સંભવિત ડિફોલ્ટ્સને આવરી લેવા માટે બેંકો અને NBFCs દ્વારા જરૂરી કેપિટલની માત્રમાં વધારો કર્યો છે. આ નિયમ બાદ નાની-ટિકિટ સાઇઝની લોન, ખાસ કરીને 50,૦૦૦ થી ઓછી લોનની માંગ વધી અને ડિફોલ્ટમાં પણ વધારો થયો જેથી RBI એ તેને લગતા નિયમો કડક બનાવ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે, RBI ના નિયમોમાં ફેરફારથી Paytm ની લોનમાં લગભગ 40%-50%નો ઘટાડો થશે, પરંતુ આવક વૃદ્ધિ પર ન્યૂનતમ અસર જોવા મળી શકે છે.

    follow whatsapp