Paytm Layoffs: નવા વર્ષ પહેલા Paytmએ આપ્યો મોટો ઝટકો, 1000થી વધુ કર્મચારીઓને કર્યા છૂટા

Paytm Layoff 1000 Employees: ફિનટેક સ્ટાર્ટઅપ Paytmએ વર્ષ 2023ના અંત પહેલા તેના કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, Paytmની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ…

gujarattak
follow google news

Paytm Layoff 1000 Employees: ફિનટેક સ્ટાર્ટઅપ Paytmએ વર્ષ 2023ના અંત પહેલા તેના કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, Paytmની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ (One 97 Communications)એ 1000થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છુટ્ટા કર્યા છે.

1000થી વધુ કર્મચારીઓને કર્યા છુટ્ટા

કંપનીએ કુલ કર્મચારીઓમાંથી 10 ટક કર્મચારીઓને નોકરીમાંથી છુટ્ટા કર્યા છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, Paytmની પેરેન્ટ કંપની ONE97એ 1000થી વધુ કર્મચારીઓનો છુટ્ટા કરી દીધા છે. માહિતી અનુસાર, કંપનીએ આ પગલું ખર્ચ ઘટાડવા અને નવા બિઝનેસ સેટઅપ માટે ઉઠાવ્યું છે.

આ વર્ષે 28 હજારથી વધુ લોકોને કર્યા છુટ્ટા

તમને જણાવી દઈએ કે, Paytm ભારતની સૌથી મોટી સ્ટાર્ટઅપ કંપની છે. કોઈપણ ભારતીય સ્ટાર્ટઅપની અત્યાર સુધીની આ સૌથી મોટી છટણી છે. મળતી માહિતી મુજબ, આ વર્ષે ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓએ 28 હજારથી વધુ લોકોને નોકરીમાંથી છુટ્ટા કર્યા છે. અગાઉ 2022 અને 2021માં પણ લગભગ 5 હજાર કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવ્યા હતા. જ્યારે સ્ટાર્ટઅપ કંપનીઓ Zestmoney અને Byju બંધ થવાના આરે છે.

RBIના નિર્ણયની અસર

આર્થિક જાણકારોનું માનીએ તો આરબીઆઈએ થોડા સમય પહેલા અનસિક્યોર્ડ લોનને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, તેની અસર પેટીએમ પર પણ પડી છે. RBIના આ પગલાને કારણે Paytmએ Buy Now અને Pay Business Letterને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. એવું માનવામાં આવે છે કે કંપનીના આ સેગમેન્ટમાંથી 10 ટકા કર્મચારીઓને છુટ્ટા કરાયા છે. આ સિવાય શેરબજારમાં પણ કંપનીનું પ્રદર્શન નબળું રહ્યું છે. કંપનીના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કંપનીના શેરના ભાવ છેલ્લા 6 મહિનાથી સતત ઘટી રહ્યા છે.

    follow whatsapp