Paytm બેંકઃ સુરિન્દર ચાવલાને MD, CEO તરીકે નિયુક્ત કરાયા, અગાઉ તેઓ આ જવાબદારી સંભાળતા હતા..

દિલ્હીઃ Paytm Payments Bank Limited (PPBL)એ સુરિન્દર ચાવલાને તેના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કર્યા છે. કંપનીએ રવિવારે એક નિવેદન દ્વારા…

gujarattak
follow google news

દિલ્હીઃ Paytm Payments Bank Limited (PPBL)એ સુરિન્દર ચાવલાને તેના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કર્યા છે. કંપનીએ રવિવારે એક નિવેદન દ્વારા આ જાણકારી આપી છે. કંપનીએ કહ્યું કે આ નિમણૂંક ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી મંજૂરી મળ્યા બાદ કરવામાં આવી છે. જોકે, આરબીઆઈએ નવા ગ્રાહકો ઉમેરવા માટે PPBL પર લાદવામાં આવેલા નિયંત્રણો જાળવી રાખ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PPBL એ અનુભવી બેન્કર સુરિન્દર ચાવલાને તેના નવા મેનેજિંગ ડિરેક્ટર (MD) અને CEO તરીકે નિયુક્ત કર્યા છે. કેન્દ્રીય બેંકે ત્રણ વર્ષના સમયગાળા માટે નિમણૂકને મંજૂરી આપી છે. અગાઉ ચાવલા આરબીએલ બેંકમાં બ્રાંચ બેંકિંગના વડા તરીકે કામ કરતા હતા. પીબીબીએલના ચેરમેન વિજય શેખર શર્માએ ચાવલાને કંપનીમાં આવકાર્યા હતા.

તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ પોલીસની છે બાજ નજર
ગુજરાતમાં તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ પોલીસે બાજ નજર રાખી છે. નોંધનીય છે કે અત્યારે પોલીસ સુપર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ કડક પગલા લેવાઈ શકે એવા મીડિયા અહેવાલો મળી રહ્યા છે. એકબાજુ ચાઈનીઝ દોરીના વિક્રેતાઓ સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે. જ્યારે બીજીબાજુ તુક્કલોના કારણે સર્જાતી ગંભીર ઘટનાઓની પણ નોંધના પગલે આના વેચાણ સામે પણ પોલીસે લાલ આંખ કરી દીધી છે.

ચાઈનીઝ દોરીને લઈ અમદાવાદ પોલીસે શરૂ કરી ખાસ ઝુંબેશ
મકર સંક્રાંતિનો તહેવાર નજીક હોવાથી તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે આમ છતાં પણ બજારમા ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે પોલીસ ચાઇનીઝ દોરી પકતડની જઅને ઝુંબેશ હાથ ધરી હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા અને સુરતમાં ચાઈનીઝ દોરીથી 1-1 વ્યક્તિનાં મોત થયા હતા. આ દરમિયાન અમદાવાદમાં ચાઇનીઝ દોરી સામે અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 170 જેટલા ગેરકાયદેસર ચાઈનીઝ દોરી ના કેસ કરવામાં આવ્યા છે.

    follow whatsapp