આવકવેરા વિભાગે ITR ફાઇલ કરનારાઓ અને કોર્પોરેટ જગત માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) ની યાદી બહાર પાડી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ડિજિટલ સિગ્નેચરની ચકાસણી કરીને પાસવર્ડ બદલી શકાય છે. ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા ઈ-ફાઈલિંગ એકાઉન્ટમાં સીધા જ લોગીન પણ કરી શકો છો. આવકવેરાદાતાઓએ AIS, 26AS માં આવકમાં તફાવત, બેંક વ્યાજ બચાવવા માટે કપાત, કર વ્યવસ્થામાં ફેરફાર અને ઑફલાઇન રિટર્ન ફાઇલ કરવા જેવા વધુ પ્રશ્નો પૂછ્યા.
FAQમાં કહેવામાં આવ્યું છે કે આવકવેરા વિભાગ દ્વારા તમામ માહિતી 3-4 દિવસમાં વિવિધ બેંકોને મોકલવામાં આવે છે. તે પછી જ તે માહિતી આવકવેરા રિટર્નમાં ઉમેરવામાં આવે છે અથવા અગાઉથી ભરેલી વિગતો. ટેક્સ ચુકવણીની વિગતો આપમેળે ITRમાં પ્રદર્શિત થાય છે. પરંતુ, તેના માટે કરદાતાઓએ થોડી રાહ જોવી પડશે.
કોર્પોરેટ અને બિઝનેસમેન માટે 31 ઓક્ટોબર રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે. એવા કિસ્સામાં જ્યાં કરદાતાએ પહેલેથી જ ભરેલી વિગતો ઉપરાંત વધારાની વિગતો ભરી દીધી હોય, તો એડવાન્સ ટેક્સ માટે વિગતો ઉમેરો લિંક પર ક્લિક કર્યા પછી આવી ચુકવણી વિગતો જાતે જ દાખલ કરી શકાય છે. NRI પાસે આધાર કાર્ડ નથી. તેથી તેમના માટે આવકવેરો ભરવાનું સરળ બનાવશે. તેઓ તેમના કાનૂની વારસદારોની નોંધણી કરાવી શકે છે. 30 જુલાઇ સુધીમાં 5.10 કરોડ આઈ ટી રિટર્ન ભરાયા હતા. 31 જુલાઇના પહેલા 1 કલકમાં 4.73 લાખ રિટર્ન ભરાય હતા જ્યારે દિવસના અંત સુધીમાં 54 લાખ રિટર્ન ભરાયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT