Multibagger Stock: એસજી ફિનસર્વના રોકાણકારોને છેલ્લા ચાર વર્ષમાં ખૂબ જ સારું રિટર્ન મળ્યું છે. માર્ચ 2020માં આ શેર 2.8 રૂપિયાના ભાવ પર હતો જે હવે વધીને લગભગ 429 રૂપિયા પર પહોંચી ગયો છે. જો ટકામાં રિટર્નની વાત કરવામાં આવે તો 16000 ટકાથી વધુ રિટર્ન મળ્યું છે. એટલે કે જો કોઈએ માર્ચ 2020 માં આ શેરમાં રોકાણ કર્યું હશે તો તે લાખના કરોડ રૂપિયા સુધીનું કમાયો હશે. જો કોઈ ઈન્વેસ્ટરે માર્ચ 2020માં આ સ્ટોકમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની વેલ્યૂ 1.52 કરોડ રૂપિયા થઇ રહી છે.
ADVERTISEMENT
ઈન્વેસ્ટરો માલામાલ
જો કે છેલ્લા બે મહિનામાં આ શેરના ભાવમાં સતત ઘટાડો નોંધાયો અને ત્યારબાદ એપ્રિલના પ્રથમ સત્રમાં આ શેરમાં 5 ટકાથી વધુની તેજી આવી હતી. આ વર્ષે માર્ચમાં તેમાં 9 ટકા અને ફેબ્રુઆરીમાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. આ વચ્ચે જાન્યુઆરીમાં સ્ટોક 2.8 ટકા ઉપર હતો. વર્તમાનમાં આ શેર 429 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. સ્ટોક 26 માર્ચ 2023ના પોતાના ઓલ ટાઈમ હાઈ 748 રૂપિયાથી લગભગ 42 ટકા નીચે આવ્યો છે.
(નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)
ADVERTISEMENT