અમદાવાદ: ગણેશ ચતુર્થીની રજા પછી સપ્ટેમ્બર માસના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ભારે ઘટાડા સાથે થઈ છે. વિશ્વભરના શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે ભારતીય બજારો પર પણ ઘટાડાની અસર જોવા મળી છે.બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 827 પોઈન્ટના ઘટાડા સાથે 58,710ની સપાટી પર ખુલ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 274 પોઈન્ટના ઘટાડા સાથે 17,485ની સપાટી પર ખુલ્યો હતો.
ADVERTISEMENT
શેબજારમાં મીડિયા અને રિયલ એસ્ટેટ સિવાય તમામ સેક્ટર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આઈટી, બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. જો કે મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના તમામ 50 શેરોમાંથી 7 શેર લીલા નિશાનમાં અને 43 લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. તો સેન્સેક્સના 30 શેરોમાંથી 5 શેરમાં તેજી જોવા માંલઈ રહી છે જ્યારે 25 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
સપ્ટેમ્બર માસના પ્રથમ ટ્રેડિંગ દિવસના ટ્રેડિંગ સેશનમાં ઘટી રહેલા શેરો પર નજર કરીએ તો, ઈન્ફોસિસ 2.34 ટકા, TCS 2.17 ટકા, રિલાયન્સ 1.90 ટકા, HDFC 1.75 ટકા, નેસ્લે 1.56 ટકા, ICICI બેન્ક 1.55 ટકા, HDFC બેન્ક 1.54 ટકા, HCL ટેક 1.53 ટકા, મહિન્દ્રા 1.53 ટકા. 1.46 ટકાના ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે. આ સાથે શેરબજારની વિપરીત ચાલનાર શેર એટલે વધારા સાથે ટ્રેડિંગ કરતાં શેર પર નજર કરવામાં આવે તો બજાજ ફિનસર્વ 2.42 ટકા, ભારતી એરટેલ 1.45 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.84 ટકા, HDFC લાઇફ 0.57 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.51 ટકા, ટાટા કન્ઝ્યુમર 0.41 ટકા, SBI 0.07 ટકાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT