OnePlus Pad Price Drop: ઈ-કોમર્સ પ્લેટફોર્મ Amazon અને Flipkart બંને પર હાલ સેલ ચાલી રહ્યો છે. બંને પ્લેટફોર્મ પર કેટલીક ખાસ ડીલ્સ ઉપલબ્ધ છે, જેનો લાભ લઈને તમે સસ્તા દરે સ્માર્ટફોન, ટેબલેટ અને લેપટોપ અને અન્ય પ્રોડક્ટ્સ ખરીદી શકશો. Amazon પર 2 મેથી વેચાણ શરૂ થયું છે, જે 7 મે સુધી ચાલુ રહેશે. આ સેલનો લાભ લઈને તમે OnePlus Pad સસ્તામાં ખરીદી શકો છો. જો તમને પ્રીમિયમ ટેબલેટનો અનુભવ જોઈએ છે, તો તમે આ અજમાવી શકો છો.ચાલો OnePlus Pad ના ફીચર વિશે જાણીશું.
ADVERTISEMENT
OnePlus Pad પર શું છે ઑફર?
આ ઉપકરણ એમેઝોન પર રૂ. 33,999માં લિસ્ટેડ છે, જે તેની મૂળ કિંમત રૂ. 37,999 કરતાં 11 ટકા ડિસ્કાઉન્ટ પર વેચાય રહ્યું છે. આ કિંમત ટેબલેટના 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર 2000 રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ સિવાય OnePlus પેડ પર 3000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. તમામ ડિસ્કાઉન્ટ પછી તમે તેને 28,999 રૂપિયામાં ખરીદી શકશો. ટેબલેટના 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 35,999 રૂપિયા છે, જેને તમે બધી ઑફર્સ પછી 30,999 રૂપિયામાં ખરીદી શકશો.
'કોંગ્રેસની સરકાર બનશે તો 30 લાખ સરકારી પદો પર ભરતી કરીશું', Banaskantha માં પ્રિયંકા ગાંધીની ગેરંટી
OnePlus Pad ના ફીચર?
ટેબલેટ એન્ડ્રોઇડ 13 આધારિત ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. OnePlus Stylo, OnePlus Magic Keyboard અને Foilo Case આ ટેબલેટ સાથે એક્સેસરીઝ તરીકે ઉપલબ્ધ છે. જો કે, તમારે આને અલગથી ખરીદવું પડશે. આ ટેબ્લેટ સાથેના બોક્સમાં આવતા નથી. વનપ્લસના આ ટેબલેટમાં 13MP સિંગલ રિયર કેમેરા છે, જે LED ફ્લેશ સાથે આવે છે. ફ્રન્ટમાં, કંપનીએ 8MP સેલ્ફી કેમેરો આપ્યો છે. ઉપકરણને પાવર કરવા માટે, 9,510mAh બેટરી આપવામાં આવી છે, જે 67W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
ADVERTISEMENT