Ola IPO Listing: ઓલા ઈલેક્ટ્રીકની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી, પરંતુ અહી ધીરજના ફળ મીઠા વળી કહેવત લાગુ પડી શકી નહીં. આજે ઓલનું શેબજારમાં એકદમ નિરાશજનક લિસ્ટિંગ થયું. કંપનીને NSEમાં 76 રૂપિયામાં ફ્લેટ લિસ્ટ કરવામાં આવ્યો છે. તે જ સમયે, કંપનીના શેર BSEમાં રૂ. 75.99 પર લિસ્ટ થયા છે. આઈપીઓમાં કંપનીના શેરનો ભાવ રૂ. 76 હતો. નબળા લિસ્ટિંગને કારણે રોકાણકારોની અપેક્ષાઓને મોટો ફટકો પડ્યો છે. તમને જણાવી દઈએ કે ગ્રે માર્કેટમાં કંપનીના શેરના પ્રીમિયમમાં ભારે ઘટાડા બાદ આવી લિસ્ટિંગની અપેક્ષા રાખવામાં આવી રહી હતી.
ADVERTISEMENT
નબળા લિસ્ટિંગ બાદ શેરમાં જોવા મળ્યો ઉછાળો
નબળા લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. સવારે 10.30 વાગ્યે તે BSEમાં રૂ. 89.25 અને NSEમાં રૂ. 89.28 પર 17 ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. ઓલા ઇલેક્ટ્રિક IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 72 થી રૂ. 76 નક્કી કરવામાં આવી હતી. કંપનીએ 195 શેરનો એક લોટ બનાવ્યો હતો. જેના કારણે રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 14,820 રૂપિયાનો સટ્ટો લગાવવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે, કંપનીના કર્મચારીઓને એક શેર પર 7 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.
IPO નું કદ રૂ. 6,145.56 કરોડ હતું
ઓલા ઈલેક્ટ્રીકના આઈપીઓનું કદ રૂ. 6,145.56 કરોડ હતું. કંપનીએ IPO દ્વારા 72.37 કરોડ નવા શેર જારી કર્યા છે. તે જ સમયે, કંપનીએ ઓફર ફોર સેલ હેઠળ 8.49 કરોડ શેર જારી કર્યા છે. તમને જણાવી દઈએ કે, IPO 2 ઓગસ્ટ 2024ના રોજ ખોલવામાં આવ્યો હતો. રોકાણકારોને 7 ઓગસ્ટ, 2024 સુધી રોકાણ કરવાની તક આપવામાં આવી હતી.
(આ રોકાણ માટેની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લો.)
ADVERTISEMENT