નવી દલ્હી: ઓલા ઇલેક્ટ્રિકે આજે સ્વતંત્રતા દિવસના અવસર પર એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ દુનિયાને પોતાની પહેલી ઇલેક્ટ્રિક કારની ઝલક બતાવી છે. આ સાથે કંપનીએ નવું સ્કૂટર Ola S-1 પણ લોન્ચ કર્યું છે. કંપનીના CEO ભાવેશ અગ્રવાલે જણાવ્યું કે Ola S1ની શરૂઆતની કિંમત 99,999 રૂપિયા હશે. આ ઓલાની બીજી ઇલેક્ટ્રિક પ્રોડક્ટ છે.
ADVERTISEMENT
ભાવેશ અગ્રવાલે ઓલાની પહેલી ઇલેક્ટ્રિક કારની ઝલક આપી છે. તેમણે જણાવ્યું કે ઓલાની પહેલી કાર 2024માં આવશે અને તે શાનદાર ટેક્નોલોજીથી સજ્જ હશે. ઓલાની ઇલેક્ટ્રિક કારની રેન્જ 500 કિમીની હશે. બતાવવામાં આવેલા વિડિયો અનુસાર, ઓલાની પહેલી કાર સેડાન સેગમેન્ટમાં હોઈ શકે છે.
કારમાં હસે આ ફીચર
ઓલા ઈલેક્ટ્રિક કારમાં ઓલ-ગ્લાસ રૂફ હશે. આ કારના એરો-ડાયનેમિક્સમાં શાનદાર હશે. ઓલાએ હાલમાં જ તેની પ્રથમ ઇલેક્ટ્રિક કારની ઝલક બતાવી છે. ભાવેશ અગ્રવાલે કહ્યું કે ઓલાની કાર માત્ર ચાવી વિનાની જ નહીં પરંતુ ડ્રાઈવર વિનાની પણ હશે. તેમાં આસિસ્ટેડ ડ્રાઇવિંગ ફીચર્સ પણ મળશે. તેણે દાવો કર્યો હતો કે અમારી કાર સૌથી ઝડપી હશે. ભારતમાં બનેલી અત્યાર સુધીની સૌથી સ્પોર્ટી કાર હશે. તેણે કહ્યું કે તે બે વાહન પ્લેટફોર્મ અને છ અલગ-અલગ કાર વિકસાવવાની યોજના ધરાવે છે. આ તમામ તમિલનાડુ સ્થિત ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવશે.
Ola S-1 લોન્ચ થયું
આ સિવાય કંપનીએ Ola S-1ને માર્કેટમાં લૉન્ચ કરી છે. ભાવેશે જણાવ્યું કે નવા Ola S-1 સ્કૂટરનું બુકિંગ આજથી જ શરૂ થઈ રહ્યું છે. તેને માત્ર રૂ. 499 ચૂકવીને ખાસ પ્રારંભિક કિંમતે બુક કરી શકાય છે. નવા ઈ-સ્કૂટરની ડિલિવરી 7 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તે ચાર રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ થશે. ડિઝાઇન વિશે વાત કરીએ તો, Ola S-1 દેખાવમાં S-1 Pro સાથે ખૂબ જ મળતી આવે છે અને આ પ્લેટફોર્મ પર આધારિત છે.
આ કલરમાં મળશે Ola S1
Ola S1 Proને કંપનીએ ગયા વર્ષે લોન્ચ કર્યો હતો. Ola S1માં 3 kWhની બેટરી છે. કંપનીનો દાવો છે કે નવા સ્કૂટરની રેન્જ 131 કિમી અને ટોપ સ્પીડ 95 કિમી પ્રતિ કલાક છે. નવા Ola S1 ઈલેક્ટ્રિક સ્કૂટરને પાંચ કલર વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવશે . Ola S1 રેડ, જેટ બ્લેક, પોર્સેલિન વ્હાઇટ, નીઓ મિન્ટ અને લિક્વિડ સિલ્વર કલરમાં લોન્ચ કરવામાં આવી છે.
ADVERTISEMENT