માતા-પિતા કરી શકશે બાળકોના નામે રોકાણ, સરકાર લાવી NPS વાત્સલ્ય યોજના, જાણો ડિટેઈલ્સ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈએ 2024નું બજેટ રજૂ કર્યું હતું. સગીરો (માઈનર્સ) માટે નેશનલ પેન્શન સ્કીમ (NPS)ની જાહેરાત બજેટ 2024માં કરવામાં આવી છે.

NPS Vatsalya Schem

NPS વાત્સલ્ય યોજના

follow google news

NPS Vatsalya Scheme: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈએ 2024નું બજેટ (Budget 2024) રજૂ કર્યું હતું. સગીરો (માઈનર્સ) માટે નેશનલ પેન્શન સ્કીમ (NPS)ની જાહેરાત બજેટ 2024માં કરવામાં આવી છે. તેને એનપીએસ વાત્સલ્ય નામ આપવામાં આવ્યું છે. આ પ્લાનમાં તમારું બાળક 18 વર્ષનું થાય કે તરત જ આ સ્કીમ સામાન્ય NPSમાં કન્વર્ટ થઈ જશે. આ યોજના દ્વારા માતા-પિતા તેમના બાળકો માટે પેન્શનની યોજના બનાવી શકે છે.

શું છે NPS વાત્સલ્ય?

NPS વાત્સલ્ય એ સગીરો માટેની એક યોજના છે, જેમાં માતા-પિતા અને વાલીઓ યોગદાન આપી શકે છે. તમારું બાળક 18 વર્ષનું થાય કે તરત જ આ સ્કીમ નિયમિત NPSમાં રૂપાંતરિત થઈ જશે.

NPS શું છે?

સામાન્ય લોકોની નિવૃત્તિ જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) લાવી હતી. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) જ PFRDA એક્ટ 2013 હેઠળ NPSને રિગ્યુલેટ કરે છે.

આ પણ વાંચો: બિઝનેસ કરવા સરકાર આપશે 20 લાખની લોન, આવી રીતે કરો ઓનલાઈન અરજી

કોણ ખોલી શકે છે NPS?

18 થી 70 વર્ષની વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક NPS ખાતું ખોલાવી શકે છે. NRIs અને ભારતના વિદેશી નાગરિકો પણ આ NPS ખાતું ખોલાવી શકે છે.

કેવી રીતે ખોલાવી શકાય છે NPS એકાઉન્ટ?

  • સૌથી પહેલા તમારે eNPS વેબસાઇટ પર જવું પડશે.
  • રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે.
  • નવો રજીસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • તમારે આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર વગેરે જેવી માહિતી શેર કરવાની રહેશે.
  • એક OTP આવશે. આ ભર્યા પછી તમારી પાસે વ્યક્તિગત માહિતી માંગવામાં આવશે.

તમને જણાવી દઈએ કે NPS ખાતું કોઈપણ સરકારી કે બિનસરકારી બેંકમાંથી ખોલાવી શકાય છે.

સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદામાં વધારો

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024માં નવા ઈન્કમ ટેક્સ રિઝીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનને વધારીને રૂ. 75,000 કરી છે. અગાઉ નવા ટેક્સ રિઝીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50000 રૂપિયા હતી. આ સિવાય બજેટમાં નવા ટેક્સ રિઝીમમાં હેઠળ ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

 

    follow whatsapp