UNPLUG POLICY: ફેન્ટસી સ્પોર્ટ્સ કંપની Dream11 તેના કર્મચારીઓ માટે અનપ્લગ્ડ પોલિસી લઈને આવી છે. આ પોલિસી હેઠળ હવે રજા પર ગયેલા કર્મચારીને ઓફિસમાંથી કોલ કે મેસેજ કરનારાને દંડ ભરવો પડશે. આ ફાઇન એક લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે. કંપનીની દલીલ છે કે આ અનપ્લગ્ડ પોલિસીથી જે કર્મચારીઓ રજા પર ગયા છે, તેઓ ઓફિસમાંથી કોલ્સ અને મેસેજ મેળવવાની ચિંતા કર્યા વગર રજાનો આનંદ માણી શકશે. ફૅન્ટેસી ગેમિંગ કંપની ડ્રીમ11એ કહ્યું છે કે જો ઑફિસનો કોઈ કર્મચારી રજાના દિવસે કામ કરવા માટે કોઈ કર્મચારી પર દબાણ કરશે તો તેને દંડ ફટકારવામાં આવશે. કંપનીનું માનવું છે કે આ પોલિસીના અમલથી કર્મચારીઓ તેમની રજાઓનો આનંદ સારી રીતે માણી શકશે.
ADVERTISEMENT
ડ્રીમ 11એ LinkedIn પર અનપ્લગ પોલિસી વિશે માહિતી આપી..
ડ્રીમ 11 અનપ્લગ પોલિસી હેઠળ, રજા દરમિયાન કર્મચારીઓને કોઈ કામ સંબંધિત સંદેશા, ઈમેલ અથવા કૉલ કરવામાં આવશે નહીં. જો કર્મચારીઓ એક સપ્તાહની રજા લે છે, તો તેઓ આ સમયગાળા દરમિયાન પોતાને કામથી સંપૂર્ણપણે અલગ કરી શકે છે. આ પોલિસી કંપની દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LinkedIn પર જણાવવામાં આવી છે.
અનપ્લગ્ડ પોલિસીનું પાલન ન કરનાર પર એક લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીના ફાઉન્ડર હર્ષ જૈન અને ભાવિત સેઠે નિર્ણય લીધો છે કે અનપ્લગ્ડ સમયગાળા દરમિયાન, જો કોઈ કર્મચારી રજા પર ગયેલા કર્મચારીને કૉલ-મેસેજ અથવા ઈમેલ મોકલે છે, તો તેના પર એક લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે. તેમના મતે કંપનીનો કોઈપણ કર્મચારી આ અનપ્લગ્ડ પોલિસીનો લાભ લઈ શકશે.
એવું માનવામાં આવે છે કે કંપનીએ આ પોલિસી એ સુનિશ્ચિત કરવા માટે લાવી છે કે કંપનીને કોઈ પણ સંજોગોમાં કોઈ કર્મચારી પર નિર્ભર ન રહેવું પડે.
કંપનીની નવી પોલિસીના કારણે કર્મચારીઓમાં ઉત્સાહ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કર્મચારીઓ Dream11ની નવી અનપ્લગ્ડ પોલિસીથી ખૂબ જ ખુશ છે. તેમનું કહેવું છે કે આ પોલિસી કર્મચારીઓ માટે ફાયદાકારક છે. હવે રજા દરમિયાન તેમને કંપની તરફથી આવતા ફોન કોલ્સ અને મેસેજથી છુટકારો મળશે. કંપનીના એક કર્મચારીએ કહ્યું કે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માટે, કામના તણાવમાંથી મુક્તિ મેળવવી, આનંદ અને નવી ઉર્જાનો અનુભવ કરવો જરૂરી છે.
કેટલાક કર્મચારીઓનું કહેવું છે કે ક્યારેક દૂરના વિસ્તારોમાં રજાઓ ગાળવા જતાં નેટવર્કની સમસ્યા સર્જાય છે. કંપનીની નવી પોલીસી આવી સ્થિતિમાં પણ કર્મચારીઓને રાહત આપશે, કારણ કે કર્મચારીઓને ઓફિસમાંથી કોઈ કોલ, મેસેજ કે ઈમેલ આવવાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.
ADVERTISEMENT