સ્ટાઈલિશ લુક...શાનદાર ફીચર્સ! એક્ટિવાને ટક્કર આપવામાં લૉન્ચ થયું નવું 'TVS Jupiter'

Gujarat Tak

22 Aug 2024 (अपडेटेड: Aug 22 2024 5:12 PM)

TVS Jupiter: ટીવીએસ મોટર્સે આજે ઘરેલું બજારમાં તેના જાણીતા સ્કૂટર TVS Jupiter 110ને એકદમ નવા અવતારમાં લૉન્ચ કર્યું છે. આ નવું મોડલ લગભગ એક દાયકા જૂના જ્યુપિટરને રિપ્લેસ કરશે.

TVS Jupiter

TVS Jupiter

follow google news

TVS Jupiter: ટીવીએસ મોટર્સે આજે ઘરેલું બજારમાં તેના જાણીતા સ્કૂટર TVS Jupiter 110ને એકદમ નવા અવતારમાં લૉન્ચ કર્યું છે. આ નવું મોડલ લગભગ એક દાયકા જૂના જ્યુપિટરને રિપ્લેસ કરશે. આકર્ષક લુક અને દમદાર એન્જિનથી સજ્જ આ સ્કૂટરની શરૂઆતી કિંમત 73,700 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. આ એક ફેમિલી સ્કૂટર છે, જે બજારમાં ડાયરેક્ટ એક્ટિવાને ટક્કર આપી શકે છે. કંપનીના નવા જ્યુપિટરમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, જે તેને પાછલા મોડલ કરતા વધુ બેસ્ટ અને એડવાન્સ બનાવે છે. 

લુક અને ડિઝાઈન

નવા  TVS Jupiterને કંપનીએ પહેલાના ચેસિસ પર જ તૈયાર કર્યું છે, પરંતુ તેને એકદમ નવો લુક અને ડિઝાઈન આપવામાં આવી છે. તેનો લુક પહેલા કરતા પણ વધારે શાર્પ અને સ્ટાઈલિશ થઈ ગયો છે. તેના ફ્રન્ટમાં LED ડે ટાઈમ રનિંગ લાઈટ આપવામાં આવી છે. આ સિવાય સ્કૂટરની સાઈડ પ્રોફાઈલ પણ ઘણી બદલાવવામાં આવી છે.  

પાવર અને પરફોર્મન્સ

નવા જ્યુપિટરમાં કંપનીએ નવું 113 સીસીનું એન્જિન આપ્યું છે, જે 8hpના પાવર અને 9.8Nmનો ટૉર્ક જનરેટ કરે છે. પાવર આઉટપુરમાં લગભગ 0.1hpનો વધારો જોવા મળી રહ્યો છે. આ સ્કૂટર સેગમેન્ટમાં પહેલીવાર 'iGO આસિસ્ટ' માઈક્રો-હાઈબ્રિડ ટેકનિકથી સજ્જ છે. આ સિસ્ટમમાં સામાન્ય કરતા વધારે પાવરફુલ બેટરી સામેલ છે, જે ISG મોટરને પાવર આપે છે. 

Jupiter 110ની એક ખાસ વાત એ છે કે આ સેગ્મેન્ટનું એકમાત્ર સ્કૂટર છે, જેમાં બંને બાજુ 12 ઈંચના વ્હીલ આપવામાં આવ્યા છે. તેના ટોપ વેરિએન્ટમાં કંપનીના 220 મિમિની ફ્રન્ટ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. તો બાકી તમામ વેરિએન્ટ્સમાં પાછળના ભાગમાં 130 મિમિની ડ્રમ બ્રેક મળે છે. સ્કૂટરમાં 5.1 લીટરની ફ્યૂલ ટેન્ક મળે છે, જેને ફ્લોડબોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં ફ્રન્ટ એપ્રન ઓપનિંગ ફીચર પણ મળે છે, જે તેને વધુ સુવિધાજનક બનાવે છે.  

મળે છે આ ફીચર્સ

આ સ્કૂટરમાં સીટની નીચે 33 લીટરની અંડરસીટ સ્ટોરેજ સ્પેસ મળે છે. જેને લઈને કંપનીનો દાવો છે કે તેમાં બે હાફ-ફેસ હેલમેટ સરળતાથી રાખી શકાય છે. તેના ટોપ વેરિએન્ટમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, કોલ અને નોટિફિકેશન એલર્ટની સાથે-સાથે વોયર આસિસ્ટની સાથે એક નવી બ્લૂટૂથ-કમ્પેટિબલ ડિજિટલ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્કૂટરને   TVS SmartXconnect એપથી કનેક્ટ કરી શકાય છે. તેના અનેક ફીચર્સ છે, જેને તમે તમારા સ્માર્ટફોનથી ડેશને જોડીને એક્સેસ કરી શકો છો. નવા જ્યુપિટરમાં સ્ટાર્ટ/સ્પોપ ટેકનિક પણ આપવામાં આવી છે, જે એવરેજ વધારવામાં મદદ કરશે. 
 

    follow whatsapp