મુંબઈમાં નીતા અંબાણીના નામે ભારતનું પ્રથમ મલ્ટિ-આર્ટ કલ્ચરલ સેન્ટર ખોલાશે, ઈશાએ કરી જાહેરાત

મુંબઈઃ ઈશા અંબાણીએ ગુરુવારે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મલ્ટી-આર્ટ કલ્ચરલ સેન્ટર ખોલવાની જાહેરાત કરી હતી. તેનું નામ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)…

gujarattak
follow google news

મુંબઈઃ ઈશા અંબાણીએ ગુરુવારે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મલ્ટી-આર્ટ કલ્ચરલ સેન્ટર ખોલવાની જાહેરાત કરી હતી. તેનું નામ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) હશે. આ સેન્ટર તેમની માતા નીતા મુકેશ અંબાણીને સમર્પિત છે. નીતા અંબાણી લાંબા સમયથી કલાના ક્ષેત્રમાં માર્ગદર્શકની ભૂમિકા ભજવી રહ્યા છે. આ સાંસ્કૃતિક કેન્દ્ર કલાના ક્ષેત્રમાં તેના પ્રકારનું પ્રથમ કેન્દ્ર હશે. NMACC 31મી માર્ચ 2023ના રોજ ખોલવામાં આવશે. આ લોન્ચ ઈવેન્ટ ત્રણ દિવસીય હશે, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ઘણા પ્રતિષ્ઠિત કલાકારો તેમની કલાનું પ્રદર્શન કરશે.

NMACCની ખાસિયત…
‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ (NMACC) સપનાના શહેર મુંબઈમાં Jio વર્લ્ડ સેન્ટરમાં બનાવવામાં આવશે. તેમાં ત્રણ માળની બિલ્ડીંગમાં પરફોર્મન્સ અને વિઝ્યુઅલ આર્ટ પરફોર્મન્સ હશે. ગ્રાન્ડ થિયેટર, ધ સ્ટુડિયો થિયેટર અને ધ ક્યુબ શેલ પર્ફોર્મિંગ આર્ટ માટે બનાવવામાં આવશે. અહીં તમામમાં એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ‘ધ ગ્રાન્ડ થિયેટર’માં બે હજાર દર્શકો એકસાથે કાર્યક્રમનો આનંદ માણી શકશે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોના પ્રદર્શન માટે 16,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું ચાર માળનું આર્ટ હાઉસ પણ શરૂ કરવામાં આવશે.

ઈશાએ કહ્યું, “નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર માત્ર એક સ્થળ નથી – તે કલા, સંસ્કૃતિ અને ભારત પ્રત્યેની મારી માતાના જુસ્સાની પરાકાષ્ઠા છે. તેમણે હંમેશા એક પ્લેટફોર્મ બનાવવાનું સપનું જોયું છે જ્યાં પ્રેક્ષકો, કલાકારો, વધુ સર્જનાત્મક લોકો એક સાથે આવે છે. NMACC માટે તેમનું વિઝન વિશ્વ સમક્ષ ભારતની શક્તિઓનું પ્રદર્શન અને વિશ્વને ભારતની નજીક લાવવાનું છે.”

ત્રણ દિવસીય લોન્ચ ઈવેન્ટમાં ભારતીય નાટ્યકાર અને દિગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાન, લેખક અને કોસ્ચ્યુમ નિષ્ણાત હેમિશ બાઉલ્સ (એડિટર-ઈન-ચીફ, ધ વર્લ્ડ ઑફ ઈન્ટિરિયર્સ, ઈન્ટરનેશનલ એડિટર-એટ-લાર્જ, વોગ યુએસ), ભારતના અગ્રણી સાંસ્કૃતિક સિદ્ધાંતવાદી રણજીત હોસ્કોટે સામેલ હતા. જેફરી ડીચ (અમેરિકન ક્યુરેટર, મ્યુઝિયમ ઓફ કન્ટેમ્પરરી આર્ટ (MOCA), લોસ એન્જલસના ભૂતપૂર્વ ડિરેક્ટર) તેમના કલાત્મક પ્રદર્શન અને વિચારોને પ્રેક્ષકો સમક્ષ લાવશે.

    follow whatsapp