Multibagger Stock : 2010 મા આ કંપનીનો શેર 1 રૂપિયાના ભાવે લિસ્ટ થયો હતો અને હવે 541 રૂપિયાના ભાવ પર પહોંચી ચુક્યો છે. જે તે સમયે 1 લાખ રૂપિયા લગાવનારા વ્યક્તિને આ શેરે કરોડોપતિ બનાવી દીધા છે.
ADVERTISEMENT
શેરબજારની કેટલીક નાની કંપનીઓના શેર રોકાણકારોને માલામાલ કરતા હોય છે. તેમાંથી જ એક સ્ટોકે આજતક ગજબનું રિટર્ન આપ્યું છે. અવંતી ફીડ્સ લિમિટેડના શેર (Avanti Feeds Ltd Share) આ કંપનીઓમાંથી એક છે. 2010 માં આ કંપનીના શેર 1 રૂપિયાના ભાવે લિસ્ટ થયા હતા. હવે 541 રૂપિયાના ભાવ પર પહોંચી ચુક્યા છે.
આશરે 14 વર્ષ દરમિયાન આ સ્ટોકમાં ખુબ જ મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ શેરે 33,127 ટકાનું રિટર્ન આપ્યું છે. બીજી તરફ એક વર્ષ દરમિયાન આ સ્ટોકે 39 ટકાનું રિટર્ન આપ્યું છે. શુક્રવારે અવંતી ફીડ્સના (Avanti Feeds) ના શેર 10.56% ના ઉછાળા સાથે 541.60 રૂપિયા પ્રતિ શેર પર બંધ થયો. એક મહિનામાં જ આ સ્ટોકે 35.60 ટકાનું રિટર્ન આપ્યું છે.
1 લાખ રૂપિયા લગાવનારા બન્યા કરોડપતિ
8 જાન્યુઆરી 2010 માં આ કંપનીના શેર 1.63 ટકા રૂપિયા પ્રતિ શેરના ભાવ પર વેપાર કરી રહ્યા હતા. 2014 બાદ આ સ્ટોકમાં જોરદાર તેજી આવવાની શરૂ થઇ અને 2017 માં આ સ્ટોક પોતાના ઓલટાઇમ હાઇ લેવલ પર 962 રૂપિયા પ્રતિશેર પર પહોંચી ગયો હતો. જો કે ત્યાર બાદ આ શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો અને કોવિડ દરમિયાન આ શેરમાં ફરી ઉછાળો નોંધાયો અને 541 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ થઇ રહ્યો છે.
8 કરોડ રૂપિયા કરતા વધારે થઇ જાય છે
જો કોઇએ આ કંપની શેરબજારમાં લિસ્ટ થયા બાદ 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો 14 વર્ષમાં તે રૂપિયા 33,127 ટકા રિટર્ન અનુસાર 3.34 કરોડ રૂપિયા થઇ ચુક્યા હોત. બીજી તરફ આ કંપનીએ જુન 2018 માં 1:2 ના રેશિયોથી બોનસ ઇશ્યું કર્યું. તેવામાં એક લાખ લગાવનારા રોકાણકારો પાસે 1,50,000 શેર થઇ ગયા હોત અને તે અનુસાર ગણત્રી કરીએ તો રોકાણકારો પાસે 8 કરોડ કરતા વધારે રકમ થઇ ચુકી હોત.
શું છે કંપનીની પ્રોફાઇલ?
ઉલ્લેખનીય છે કે, અવંતી ફીડ્સ લિમિટેડની રચના 1993 માં થયું છે. અવંતી ફીડ્સ લિમિટેડ કંપની ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રમાં કામ કરે છે. કંપનીના ચેરમેન એ.ઇન્દ્રકુમાર છે અને અવંતી ફીડ્સ લિમિટેડના કંપની સેક્રેટરી છે.
ADVERTISEMENT