- મલ્ટીબેગર શેર છે સૂરજ પ્રોડક્ટ
- 4 વર્ષમાં રોકાણકારોને બનાવ્યા માલામાલ
- 1 લાખ રૂપિયાના 55 લાખ બનાવ્યા
શેર બજાર (Share Market) ને ભલે જોખમી માનવામાં આવતું હોય, છતાં તેમાં પૈસા રોકનારા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. તેનું કારણ છે કે કોઈને કોઈને શેર એવો નિકળી જાય છે, જે તેના રોકાણકારોની કિસ્મત બદલી નાખે છે. તેના ઘણા ઉદાહરણો પણ હાજર છે, જેમાંથી કેટલાકે લોન્ગ ટર્મમાં તો કેટલાકે ખૂબ જ ઓછા સમયમાં રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે. આવો જ એક મલ્ટીબેગર શેર છે સૂરજ પ્રોડક્ટ (Suraj Porduct Share)નો, જેને માત્ર 4 વર્ષમાં જ 1 લાખ રૂપિયાના 55 લાખ રૂપિયા બનાવી દીધા છે.
ADVERTISEMENT
ચાર વર્ષમાં 5400 ટકાથી વધુ રિટર્ન!
મલ્ટીબેગર શેર્સ (Multibagger Share)ની વાત કરીએ તો શેરબજાર (Stock Market)માં એવા ઘણા લાર્જ કેપ અને સ્મોલ કેપ શેર છે. પરંતુ આમાં સૂરજ પ્રોડક્ટ્સનો શેર ખાસ છે, જે તેના રોકાણકારો માટે ટૂંકા સમયમાં મલ્ટીબેગર સાબિત થયો છે. આ શેરે છેલ્લા ચાર વર્ષમાં તેના રોકાણકારોને 5400 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન આ કંપનીના શેરનો ભાવ 8 રૂપિયાથી વધીને 444.40 રૂપિયા થઈ ગયો છે. જો આપણે ચાર વર્ષમાં મળેલા રિટર્ન પર નજર કરીએ તો જો કોઈ રોકાણકારે આ શેરોમાં માત્ર રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને અત્યાર સુધી રાખ્યું હોત તો તે રૂ. 1 લાખ વધીને અત્યાર સુધીમાં લગભગ રૂ. 55 લાખ થઈ ગયા હોત.
ધીરજ રાખવાથી મળે છે સારું પરિણામ
શેરબજારમાં નફો કમાવવાનો સૌથી મોટો મંત્ર છે રાહ જોવી, જી હાં, આ અમે નથી કહેતા, પરંતુ દિગ્ગજ રોકાણકાર અને વોરેન બફેટના નજીકના મિત્ર દિવંગત ચાર્લી મુંગર, જેમને પૈસાના જાદુગર પણ કહેવામાં આવે છે, તેઓ આવું કહેતા હતા. ખાસ કરીને પેની સ્ટોક્સ માટે આ ફોર્મ્યુલા સટીક બેસે છે.
6 મહિનામાં 96 ટકાથી વધારેનો ઉછાળો
જો આપણે સૂરજ પ્રોડક્ટ્સના શેરના પરફોર્મેન્સ પર નજર કરીએ તો તેણે છેલ્લા ચાર વર્ષમાં લગભગ 5,400 ટકા રિર્ટન આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં આ મલ્ટિબેગર સ્ટોક BSE પર રૂ. 135થી વધીને 444.44 રૂપિયા સુધી પહોંચ્યો છે. એટલે કે તેણે લગભગ 230 ટકાની છલાંગ લગાવી છે. એટલું જ નહીં 6 મહિનામાં Suraj Products Stockની કિંમતમાં 96 ટકાથી વધારેનો ઉછાળો આવ્યો છે અને તેની કિંમત 218.65 રૂપિયાથી વધીને 444.40 રુપિયા થઈ ગઈ છે.
કંપનીનું માર્કેટ કેપ 506.62 કરોડ રૂપિયા
સૂરજ પ્રોડક્ટ્સ લિમિટેડ આયર્ન પ્રોડક્ટ્સની મેન્યુફેક્ચરર છે અને કંપની સ્પોન્જ અને પિગ આયર્ન ઉપલબ્ધ કરાવે છે. સૂરજ પ્રોડક્ટ્સ આખા ભારતમાં બિઝનેસ કરે છે અને જો આપણે તેની ખાસ પ્રોડક્ટ્સ વિશે વાત કરીએ તો તેમાં TMT બાર (TMT વોર), સ્પોન્જ આયર્ન, પિગ આયર્ન અને એમએસ ઇનગોટ/બિલેટનો સમાવેશ થાય છે. આ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 506.62 કરોડ રૂપિયા છે.
ADVERTISEMENT