મુકેશ અંબાણીએ વારસદારને લઈને કરી મોટી જાહેરાત! અનંત અને ઈશાને સોંપી આ જવાબદારીઓ…

મુંબઈઃ રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ સોમવારે રિટેલ બિઝનેસ પુત્રી ઈશા અંબાણીને અને એનર્જી બિઝનેસ નાના પુત્ર અનંતને સોંપવાની જાહેરાત કરી હતી. તે જ સમયે,…

gujarattak
follow google news

મુંબઈઃ રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ સોમવારે રિટેલ બિઝનેસ પુત્રી ઈશા અંબાણીને અને એનર્જી બિઝનેસ નાના પુત્ર અનંતને સોંપવાની જાહેરાત કરી હતી. તે જ સમયે, તેમણે દેશની સૌથી મૂલ્યવાન કંપનીના ઉત્તરાધિકાર યોજનાની સ્પષ્ટતા કરી. અંબાણીએ પહેલાથી જ તેમના મોટા પુત્ર આકાશની જૂથની ટેલિકોમ શાખા રિલાયન્સ જિયોના વડા તરીકે પસંદગી કરી છે.

મુકેશ અંબાણી ઈશાનો પરિચય ગ્રૂપના રિટેલ બિઝનેસના વડા તરીકે કરાવ્યો હતો. તેમણે કહ્યું કે ઈશા રિલાયન્સ રિટેલના વડા તરીકે સેવા આપશે. 26 વર્ષીય અનંત એનર્જી બિઝનેસ સંભાળશે. આકાશને જૂનમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. કંપની Jio પ્લેટફોર્મની પેટાકંપની છે અને ટેલિકોમ લાઇસન્સ ધરાવે છે.

આકાશ એક કંપનીનો એક્ઝિક્યુટિવ હેડ છે
ત્રણ બાળકોમાંથી માત્ર આકાશને જ કંપનીનો એક્ઝિક્યુટિવ હેડ બનાવવામાં આવ્યો છે. બાકીના બે ભાઈ-બહેનો ગ્રૂપ કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટરનો ભાગ છે.

મુકેશ અંબાણી નિવૃત્ત નહીં થાય: અંબાણીએ સ્પષ્ટતા કરી કે તેઓ હજુ નિવૃત્ત નથી થઈ રહ્યા. પહેલાની જેમ સક્રિય નેતૃત્વ આપવાનું ચાલુ રાખશે.

    follow whatsapp