અંબાણી પરિવારને નવી વહુના પગલા ફળ્યા, મુકેશ અંબાણીએ 10 દિવસમાં કમાઈ લીધા 25000 કરોડ!

Mukesh Ambani Net Worth: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ સંપન્ન થયા, ત્યારબાદ રિસેપ્શન યોજવામાં આવ્યું હતું.

 Mukesh Ambani Net Worth

મુકેશ અંબાણીને થયો જોરદાર ફાયદો

follow google news

Mukesh Ambani Net Worth: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ સંપન્ન થયા, ત્યારબાદ રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. વિશ્વના સૌથી મોંઘા લગ્નમાંથી એક અનંત-રાધિકાના લગ્ન  (Anant-Radhika Wedding) માં વિશ્વભરની હસ્તીઓ હાજર રહી હતી. દિગ્ગજ નેતાઓ પણ આ પ્રસંગમાં હાજર રહ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીથી લઈને બ્રિટનના પૂર્વ પીએમ બોરિસ જોનસન અને ફીફાના પ્રેસિડન્ટે પણ આ પ્રસંગમાં હાજરી આપી હતી. આ વચ્ચે હવે મુકેશ અંબાણીની નેટવર્થમાં જોરદાર વધારો થયો છે.

નેટવર્થમાં થયો વધારો

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નને વિશ્વના સૌથી મોંઘા લગ્નમાંથી એક માનવામાં આવી રહ્યા છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણી   (Mukesh Ambani) એ આ લગ્નમાં ઘણા પૈસા ખર્ચ્યા છે. જોકે, આનાથી તેમની સંપત્તિમાં કોઈ ફરક પડ્યો નથી, બલ્કે તેમની નેટવર્થમાં મોટો ફાયદો થયો છે. મુકેશ અંબાણીની સંપત્તિ એક જ દિવસમાં રેકોર્ડ વધી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, તેમની નેટવર્થમાં વધારો થયો છે.

મુકેશ અંબાણીને થયો ફાયદો

નેટવર્થમાં વધારા બાદ મુકેશ અંબાણીએ વિશ્વના ધનિકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. મુકેશ અંબાણી એક સ્થાન ઉપર આવી ગયા છે અને હજુ પણ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. વિશ્વના અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી હવે 12મા સ્થાનેથી 11મા સ્થાને પહોંચી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર અનુસાર, તેમની નેટવર્થ 5 જુલાઈના રોજ 118 અરબ ડોલર હતી, જે વધીને 121 અરબ ડોલર થઈ ચૂકી છે. 

20 દિવસમાં 25000 કરોડની કમાણી

તેનો મતલબ એ કે છેલ્લા 10 દિવસમાં તેમની સંપત્તિમાં 3 અરબ ડોલર (લગભગ 25000 કરોડ રૂપિયા)નો વધારો થયો છે. જો સોમવારના આંકડાઓ પર નજર કરીએ તો મુકેશ અંબાણીએ છેલ્લા 24 કલાકમાં 109 મિલિયન ડોલર (આશરે 9110 કરોડ)ની કમાણી કરી છે. હાલમાં તેઓ વિશ્વના 12મા સૌથી અમીર વ્યક્તિ છે.

રિલાયન્સના શેરમાં જોરદાર તેજી

12 જુલાઈના રોજ લગ્નના દિવસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર  (Reliance Industries Share)માં 1 ટકાની તેજી આવી હતી. શેરમાં તેજી આવવાના કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ વધારો જોવા મળ્યો. છેલ્લા એક મહિનામાં તેના શેર 6.65% વધ્યા છે. તેના શેરે છ મહિનામાં 14.90% સુધીનું રિટર્ન આપ્યું છે. જોકે, મંગળવારે તેનો શેર 1.11 ટકાથી વધુ ઘટીને રૂ. 3,159 પર ટ્રેડ થઈ રહ્યો હતો.


નોંધઃ કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લો. 

    follow whatsapp