નવી દિલ્હી: ભારત અને એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની નેટવર્થમાં મંગળવારે $1.13 બિલિયન (આશરે રૂ. 92,98,82,65,000)નો ઘટાડો થયો છે. તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે 1.39 ટકાનો ઘટાડો થયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ, અંબાણીની કુલ સંપત્તિ હવે $84.7 બિલિયન છે. તે વિશ્વના અમીરોની યાદીમાં 13મા નંબરે છે. આ વર્ષે તેમની નેટવર્થમાં $2.41 બિલિયનનો ઘટાડો થયો છે. દરમિયાન, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ મંગળવારે $69.4 મિલિયનનો ઘટાડો થયો હતો. તેમની કુલ સંપત્તિ હવે $54.3 બિલિયન છે. આ વર્ષે તેમની નેટવર્થમાં $66.2 બિલિયનનો ઘટાડો થયો છે. વિશ્વના અમીરોની યાદીમાં અદાણી 23માં નંબરે છે.
ADVERTISEMENT
ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી ધનિક
ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ $203 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. મંગળવારે તેમની નેટવર્થમાં એક અબજ ડોલરનો ઘટાડો થયો હતો. આ વર્ષે તેમની નેટવર્થમાં $40.6 બિલિયનનો વધારો થયો છે. ટેસ્લા અને SpaceXના સીઈઓ એલોન મસ્ક $166 બિલિયનની નેટવર્થ સાથે બીજા નંબરે છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની નેટવર્થમાં મંગળવારે 2.26 અબજ ડોલરનો વધારો થયો છે. તે 137 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં ત્રીજા નંબરે છે. આ વર્ષે તેઓએ 30.3 બિલિયન ડોલરની કમાણી કરી છે. માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ $125 બિલિયનની નેટવર્થ સાથે ચોથા નંબર પર છે. અમેરિકાના દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ $114 બિલિયનની નેટવર્થ સાથે પાંચમા નંબરે છે.
વિશ્વની સૌથી ધનિક મહિલા
લેરી એલિસન 110 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં છઠ્ઠા નંબર પર છે. સ્ટીવ બાલ્મર ($109 બિલિયન) સાતમા, લેરી પેજ ($109 બિલિયન) આઠમા, સેર્ગેઈ બ્રિન ($103 બિલિયન) નવમા અને કાર્લોસ સ્લિમ ($94.3 બિલિયન) દસમા ક્રમે છે. ફ્રાન્સની ફ્રાન્કોઈસ બેટનકોર્ટ માયર્સ $91 બિલિયન સાથે આ યાદીમાં 11મા નંબર પર છે અને વિશ્વની સૌથી અમીર મહિલા છે. મેટા પ્લેટફોર્મ્સ (અગાઉ ફેસબુક)ના સીઈઓ માર્ક ઝકરબર્ગ આ યાદીમાં 87.4 બિલિયન ડોલર સાથે 12મા નંબરે છે. આ વર્ષે તેની નેટવર્થમાં $41.8 બિલિયનનો વધારો થયો છે.
ADVERTISEMENT