Vibrant Gujarat 2024: ગાંધીનગરમાં આજે PM મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેશન સેન્ટરમાં PM મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન, ચેક ગણરાજ્યના PM પેટ્ર ફિયાલા, મોજામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેસિંટો સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીએ સંબોધન કર્યું હતું.
ADVERTISEMENT
‘મને ગુજરાતી હોવાનો ગર્વ છે’
કાર્યક્રમમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, વાઈબ્રન્ટ સમિટ વિશ્વની સૌથી મૂલ્યવાન સમિટ સાબિત થઈ રહી છે. આ સમિટ છેલ્લા 20 વર્ષથી સતત આગળ વધી રહી છે. મને ગુજરાતી હોવાનો ગર્વ છે. આ નવું ગુજરાત છે. આ એક નેતૃત્વને કારણે શક્ય બન્યું છે, નરેન્દ્ર મોદી જે ભારતના સૌથી સફળ વડાપ્રધાન છે.
’10 વર્ષમાં ગુજરાતમાં 12 લાખ કરોડનું રોકાણ કર્યું’
તેમણે વધુમાં કહ્યું, ‘મોદી હૈ તો મુમકીન હૈ,’ જ્યારે તમે બોલો છો, ત્યારે દુનિયા માત્ર સાંભળતી જ નથી, પરંતુ પ્રશંસા પણ કરે છે. તમે અશક્યને શક્ય બનાવી રહ્યા છો, ગુજરાત તમારી માતૃભૂમિ છે, આ કર્મભૂમિ છે. રિલાયન્સ હંમેશા ગુજરાતી કંપની છે અને રહેશે. રિલાયન્સે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. હું 5 વચનો આપું છું. અમે ગુજરાતમાં રોકાણ કરવાનું ચાલુ રાખીશું. ગ્રીન ગ્રોથમાં ગ્લોબલ લીડર બનાવીશું. ગ્રીન પ્રોડક્ટ હબ બનાવીશું. Jioથી ગુજરાત 5જી સક્ષમ છે, જે ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ આપી રહ્યું છે.
ભારતને 35 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનતા કોઈ નહીં રોકી શકે
તેમણે વધુમાં કહ્યું, રિલાયન્સ ખેડૂતો અને દરેક ઘર સુધી ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પહોંચાડશે. અમે 2036 ઓલિમ્પિક માટે શિક્ષણ, રમતગમત અને કૌશલ્ય માટે અન્ય ભાગીદારો સાથે સહકાર કરીશું. ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે. વિશ્વના વિકાસ માટે ભારતનો વિકાસ, યુવાનો માટે આ શ્રેષ્ઠ સમય છે. 2047 સુધીમાં ભારતને $35 ટ્રિલિયન બનવાથી કોઈ રોકી શકશે નહીં.
ADVERTISEMENT