નવી દિલ્હી: શેરબજાર એટલે રાતોરાત પૈસાદાર પણ બનાવી દે અને રાતોરાત રસ્તા પર પણ લાવી દે. શેરબજાર ખૂબ જ અસ્થિર વ્યવસાય માનવામાં આવે છે. આમાં કયો સ્ટોક રોકાણકારોને ક્યારે ફ્લોર પરથી આસમાન પર લઈ જશે તે કહી શકાય નહીં. વેલેન્સિયા ન્યુટ્રિશનના શેરે પણ આવું જ કંઈક કર્યું છે. આ શેરે માત્ર 10 દિવસમાં જ શાનદાર વળતર આપતા તેના રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે. કંપનીના શેર સોમવારે પણ ટ્રેડિંગ દરમિયાન મજબૂત લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. 10 રૂપિયાના શેરે રાતોરાત બનાવ્યા પૈસાદાર બનાવી દીધા છે.
ADVERTISEMENT
10 દિવસમાં પૈસા ડબલ થયા
જીવનશૈલીના રોગોને રોકવા અને તેનું સંચાલન કરવા માટે મલ્ટિ-ન્યુટ્રિઅન્ટ બેવરેજિસના સંશોધન, વિકાસ અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરતી, કંપનીએ છેલ્લા કેટલાક દિવસોમાં તેના રોકાણકારોના નાણાં બમણાથી વધુ કર્યા છે. બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર, વેલેન્સિયા ન્યુટ્રિશન શેર 5 સપ્ટેમ્બર, 2022ના રોજ 10.95 રૂપિયા પર બંધ થયો હતો. પરંતુ છેલ્લા 10 દિવસમાં તેના શેરની કિંમત 21.25 રૂપિયા પર પહોંચી ગઈ છે. મતલબ કે છેલ્લા 10 દિવસમાં આ શેરે રોકાણકારોના પૈસા બમણા કર્યા છે.
વેલેન્સિયા ન્યુટ્રિશન સ્ટોક્સ મજબૂત તેજી સાથે 52-સપ્તાહની ટોચે પહોંચી ગયા છે. આ 10 દિવસ દરમિયાન શેરમાં 94.05 ટકાનો વધારો નોંધાયો છે. સૌથી મહત્વની વાત એ છે કે કંપનીના શેરની કિંમતમાં આ ઉછાળો એવા સમયે આવ્યો છે જ્યારે BSE સેન્સેક્સ ઈન્ડેક્સ 0.72 ટકા એટલેકે 43 પોઈન્ટ તૂટ્યો હતો. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે વેલેન્સિયાનો શેર 9.99 ટકાના વધારા સાથે રૂ. 21.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ADVERTISEMENT