USA: કોરોના સંકટનું ફરીથી સંકટ મંડરાઈ રહ્યું છે. જોકે મોટાભાગે આ પડકારમાંથી બહાર આવ્યા પછી પણ વિશ્વની ઘણી કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમ કરવાનો યુગ હજુ પણ ચાલે છે. તાજેતરના સમયમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા, આ ક્યાં સુધી ચાલુ રહેશે તે કહેવું પણ મુશ્કેલ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હાલમાં ફેસબુકની પેરન્ટ કંપની મેટાનું નામ પણ વર્ક ફ્રોમ હોમ આપતી કંપનીઓની યાદીમાં સામેલ છે. મેટાના એક કર્મચારીએ ઘરેથી કામ કરવાની સુવિધાનો ખાસ ઉપયોગ કર્યો છે. ચલો એના પર વિગતવાર નજર કરીએ…
ADVERTISEMENT
2.4 કરોડ રૂપિયા ભાડું છે…
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે યુ.એસ.માં મેટા કર્મચારી ઓસ્ટિન વેલ્સે વર્ક ફ્રોમ હોમ માટે ક્રૂઝ શિપ પર એક એપાર્ટમેન્ટ ભાડે લીધું હતું. આ માટે તેણે લગભગ ત્રણ લાખ ડોલર એટલે કે 2.4 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ વિશે તેને પૂછવામાં આવતા ઓસ્ટિને કહ્યું કે આ ખૂબ જ રોમાંચક અનુભવ છે. હું ઘરેથી કામ સાથે વિશ્વની મુસાફરીનો આનંદ પણ લઈ શકું છું. મારું જીમ, ડોક્ટર અને ડેન્ટિસ્ટ પણ મારી સાથે દુનિયાની મુસાફરી કરી રહ્યા છે.
ADVERTISEMENT