Who is Maya Tata in Tata Family: ટાટા ગ્રુપ એટલે ભરોસાનું બીજું નામ. મીઠાથી લઈને હવાઈ જહાજ સુધી બધું જ ટાટા છાપ. ટાટા ગ્રુપ આજે જે સ્તરે પહોંચ્યું છે તેમાં જેઆરડી ટાટા અને રતન ટાટાની વર્ષોની મહેનતને કારણે છે. ભવિષ્યમાં ટાટા ગ્રુપનું નેતૃત્વ કોણ કરશે તે એક મોટો પ્રશ્ન છે. કદાચ તમારી પાસે આનો જવાબ નહીં હોય, પરંતુ અમે તમને જણાવી દઈએ કે 34 વર્ષીય માયા ટાટા દેશના સૌથી પ્રભાવશાળી બિઝનેસ એમ્પાયરમાંથી એકનું નેતૃત્વ કરવાની કગાર પર છે. માયા ટાટા ગ્લિટ્ઝની દુનિયાથી દૂર પોતાના કામમાં વ્યસ્ત છે. સામાન્ય માણસની વાત તો છોડો,ગ્રુપમાં પણ બહુ ઓછા લોકો તેમને ઓળખે છે.
ADVERTISEMENT
કોણ છે માયા ટાટા?
માયા ટાટા પાસે ગ્રુપ સંબંધિત મહત્વની જવાબદારીઓ છે. તમને જણાવી દઈએ કે માયા (માયા ટાટા) દિગ્ગજ રતન ટાટાની ભત્રીજી છે. માયા ટાટાનો જન્મ નોએલ ટાટા અને અલુ મિસ્ત્રીના ઘરે થયો હતો. તેમના પિતા નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ છે. નોએલ ટાટાને બે દીકરી અને એક દીકરો છે. જેમાં લિયાહ ટાટા અને માયા ટાટા દીકરીઓ છે. જ્યારે નેવિલ ટાટા દીકરો છે. નોએલ ટાટાની માતા અલુ મિસ્ત્રી, ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સ્વર્ગસ્થ સાયરસ મિસ્ત્રીની બહેન છે. મિસ્ત્રી પરિવાર સાયરસ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ અને સ્ટર્લિંગ ઇન્વેસ્ટમેન્ટ ગ્રૂપ દ્વારા ટાટા સન્સમાં 18.4% હિસ્સો ધરાવે છે. ટાટા સન્સમાં તેના હિસ્સાને ધ્યાનમાં લેતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ભવિષ્યમાં ટાટા ગ્રુપનું નેતૃત્વ કરી શકે છે.
ટાટા ગ્રુપમાં ઘણી મહત્વની જવાબદારીઓ સંભાળી
નાની ઉંમર હોવા છતાં માયા ટાટા ગ્રુપમાં ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી ચૂકી છે. તેણે યુકેમાં વોરવિક યુનિવર્સિટી અને બેયસ બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યો. અહીં તેણે વ્યવસાયની જટિલ દુનિયાને સમજવા માટે જરૂરી કુશળતા પ્રાપ્ત કરી. તેમણે ટાટા કેપિટલના ફ્લેગશિપ પ્રાઈવેટ ઈક્વિટી ફંડ, ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડથી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. અહીં તેમણે પોર્ટફોલિયો મેનેજમેન્ટ અને રોકાણકારોના સંબંધોમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો.
ટાટાની નવી એપ લોન્ચ કરવામાં મહત્વની ભૂમિકા
એટલું જ નહીં, ટાટા ડિજિટલમાં કામ કરતી વખતે માયાએ ટાટાની નવી એપને લોન્ચ કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ગ્રુપ માટે આ એક મોટી સિદ્ધિ હતી. જવાબદારી નિભાવવા અને સફળતા હાંસલ કરવા માટેનું તેમનું પગલું ગ્રુપ દ્વારા અવગણવામાં આવ્યું ન હતું. હાલમાં તેઓ ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટના છ બોર્ડ સભ્યોમાંના એક છે. કોલકાતામાં આવેલી આ એક કેન્સર હોસ્પિટલ છે, જેનું ઉદઘાટન રતન ટાટાએ 2011માં કર્યું હતું.
ઈકોનોમિક ટાઈમ્સના તાજેતરના અહેવાલમાં ટાટા ગ્રુપમાં માયાના વધતા પ્રભાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે ધીરે ધીરે મોટી જવાબદારીઓ નિભાવવાની તૈયારી કરી રહી છે. તેમની સૂક્ષ્મ પરંતુ પ્રભાવશાળી હાજરી તેમને ટાટા સામ્રાજ્યના ભવિષ્યમાં મુખ્ય ખેલાડી તરીકે ચિહ્નિત કરે છે. ટાટા સન્સની એજીએમમાં માયાની ભૂમિકા જોયા પછી, એવું માનવામાં આવે છે કે ભવિષ્યમાં, જો જૂથની જવાબદારી માયા ટાટાના હાથમાં જાય તો તે કોઈ મોટી આશ્ચર્યજનક વાત નથી.
ADVERTISEMENT