નવા લૂક અને વધુ એવરેજ સાથે લોન્ચ થઈ Swift કાર, કિંમત મામલે Punchને પણ આપશે ટક્કર

New Maruti Swift Launched: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ આજે ​​તેની લોકપ્રિય હેચબેક કાર મારુતિ સ્વિફ્ટનું નેક્સ્ટ જનરેશન મોડલ લોન્ચ કર્યું છે. કંપનીએ નવી સ્વિફ્ટનું સત્તાવાર બુકિંગ શરૂ કરી દીધું છે.

New Swift

New Swift

follow google news

New Maruti Swift Launched: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ આજે ​​તેની લોકપ્રિય હેચબેક કાર મારુતિ સ્વિફ્ટનું નેક્સ્ટ જનરેશન મોડલ લોન્ચ કર્યું છે. કંપનીએ નવી સ્વિફ્ટનું સત્તાવાર બુકિંગ શરૂ કરી દીધું છે. રસ ધરાવતા ગ્રાહકો કંપનીની સત્તાવાર વેબસાઇટ અને ડીલરશીપ દ્વારા આ કાર બુક કરાવી શકે છે. નવી મારુતિ સ્વિફ્ટને સૌથી પહેલા છેલ્લા જાપાન મોબિલિટી શો દરમિયાન કોન્સેપ્ટ તરીકે રજૂ કરવામાં આવી હતી.

આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જિનથી સજ્જ મારુતિ સ્વિફ્ટના નેક્સ્ટ જનરેશન મોડલની પ્રારંભિક કિંમત રૂ. 6.49 લાખ (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. કંપની આ હેચબેક કારમાં ઘણા મોટા ફેરફાર કરી રહી છે. ચાલો જોઈએ કે કેવી છે નવી સ્વિફ્ટ-

લૂક અને ડિઝાઈન

નવી સ્વિફ્ટની એકંદર ડિઝાઇન સમાન છે. પરંતુ તે પહેલા કરતા પણ વધુ શાર્પ બની ગઈ છે. તેમાં નવું બમ્પર અને નવી ડિઝાઇનવાળી રેડિએટર ગ્રીલ આપવામાં આવી છે. આ સિવાય બ્રાન્ડનો લોગો જે અગાઉ ગ્રીલની વચ્ચે જોવા મળ્યો હતો, તેને કારના આગળના બોનેટ પર મૂકવામાં આવ્યો છે. નવા હેડલેમ્પ્સ અને ફોગ-લેમ્પ્સ પણ કારના આગળના ભાગને સંપૂર્ણપણે નવો લૂક આપે છે.

નવી સ્વિફ્ટ થોડી મોટી છે. આ કાર વર્તમાન મોડલ કરતા 15 mm લાંબી અને અંદાજે 30 mm ઊંચી હશે. જો કે, વ્હીલબેઝ 2,450 mm પર સમાન રહે છે. નવી સ્વિફ્ટમાં, કંપનીએ પાછલા દરવાજાથી ડોર હેન્ડલને સી-પિલરથી હટાવીને તેને પરંપરાગત રીતે દરવાજા પર મૂક્યું છે. આ સિવાય નવા ડિઝાઈન કરેલા એલોય વ્હીલ્સ તેને વધુ સુંદર બનાવે છે.

જુઓ મોડલ મુજબ કારની કિંમત

વેરિએન્ટ્સ કિંમત (એક્સ-શોરૂમ)
LXI 6,49,000 રૂપિયા
VXI   7,29,500 રૂપિયા
VXI AGS 7,79,500 રૂપિયા
VXI(O)    7,56,500 રૂપિયા
VXI(O) AGS 8,06,500 રૂપિયા
ZXI   8,29,500 રૂપિયા
ZXI AGS 8,79,500 રૂપિયા
ZXI+  8,99,500 રૂપિયા
ZXI+ AGS  9,49,500 રૂપિયા
ZXI+ Dual Tone   9,14,500 રૂપિયા
ZXI+ AGS Dual Tone 9,64,500 રૂપિયા

કેબિનમાં બ્રેઝા-બલેનાની ખાસિયત મળશે

કારના ઈન્ટિરિયરને સ્માર્ટ લુક આપવામાં આવ્યો છે. તેની કેબિન તદ્દન Fronx જેવી જ છે. તેમાં ફ્રી-સ્ટેન્ડિંગ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, નવી સ્ટાઇલનું સેન્ટર એર-કોન વેન્ટ્સ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, તમને કારની અંદર નવી અપહોલ્સ્ટ્રી અને નવા ડિઝાઇન કરેલા ડેશબોર્ડ પણ મળશે. કેબિનના કેટલાક કોમ્પોનેન્ટ્સ બ્રેઝા અને બલેનોમાંથી લેવામાં આવ્યા છે.

નવું એન્જિન અને વધારે માઈલેજ

મારુતિ સ્વિફ્ટમાં સૌથી મોટો ફેરફાર તેની પાવરટ્રેનમાં જોવા મળે છે. કંપની તેમાં એકદમ નવું 1.2 લીટર ક્ષમતાનું 'Z' સિરીઝનું એન્જિન આપી રહી છે. જે 82hpનો પાવર અને 112Nmનો ટોર્ક જનરેટ કરે છે. 'K' સિરીઝનું એન્જિન વર્તમાન મોડલમાં ઉપલબ્ધ છે. નવી મારુતિ સુઝુકી સ્વિફ્ટ 25.72 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપશે. જે વર્તમાન મોડલ કરતા લગભગ 3 કિમી/લીટર વધારે છે.

ફીચર્સ

નવી મારુતિ સ્વિફ્ટમાં, કંપની 9-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ ફોન ચાર્જર, પાછળના ભાગમાં એસી વેન્ટ્સ, પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ, સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ જેવી સુવિધાઓ ઓફર કરી રહી છે. આ કારને પહેલા કરતા પણ વધુ સુરક્ષિત બનાવવામાં આવી છે. તેના તમામ વેરિયન્ટમાં 6 એરબેગ્સ આપવામાં આવી રહી છે. આ સિવાય ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ પણ ઉપલબ્ધ છે.

    follow whatsapp