Facebook Data Center: તાજેતરમાં જામનગર (Jamnagar) વિશ્વભરમાં હેડલાઈન્સમાં હતું. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં સામેલ થવા માટે દેશ-વિદેશની દિગ્ગજ હસ્તીઓ જામનગર પહોંચી હતી. જેમાં બિલ ગેટ્સ (Bill Gates)થી લઈને માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg) પણ પહોંચ્યા હતા. અહીં થયેલી મુલાકાત બાદ હવે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઝકરબર્ગના નેતૃત્વવાળી ફેસબુક (Facebook)ની પેરેન્ટ કંપની મેટા (Meta) ભારતમાં તેનું પહેલું ડેટા સેન્ટર ચેન્નાઈના રિલાયન્સ કેમ્પસમાં ખોલી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ શું રુપાલા બદલાશે? ક્ષત્રિયોનો રોષ વધતા ભપેન્દ્ર પટેલ અને પાટીલ મેદાને ઉતર્યા, ગાંધીનગરમાં હાઈલેવલ બેઠક
10 એકરમાં ફેલાયેલું છે રિલાયન્સ કેમ્પસ
બિઝનેસ ટુડે પર પ્રકાશિત ETના રિપોર્ટ મુજબ, Facebook, Instagram અને WhatsAppની પેરેન્ટ કંપની માર્ક ઝકરબર્ગની મેટા ભારતમાં તેનું પ્રથમ ડેટા સેન્ટર તમિલનાડુના ચેન્નાઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કેમ્પસમાં સ્થાપી શકે છે. બંને કંપનીઓની વચ્ચે ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ પગલું મેટા માટે ભારતીય બજારના મહત્વને દર્શાવે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચેન્નાઈમાં ડેટા સેન્ટર સ્થાપવાનો નિર્ણય જામનગરમાં યોજાયેલી પ્રી-વેડિંગ સેરેમનીમાં થયેલી ચર્ચા બાદ લેવામાં આવ્યો છે. Relianceનું ચેન્નાઈ કેમ્પસ બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડિજિટલ રિયલ્ટીનું સંયુક્ત કેમ્પસ છે, જે 10 એકરમાં ફેલાયેલું છે.
આ પણ વાંચોઃ પ્રી-વેડિંગ શૂટ કરાવનાર યુગલોને સમુહલગ્નમાં સ્થાન નહીં, પાટણમાં પાટીદાર સમાજનો મોટો નિર્ણય
જામનગર પહોંચ્યા હતા માર્ક ઝકરબર્ગ
ઉલ્લેખનીય છે કે જામનગરમાં 1થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં હાજરી આપવા માટે માર્ક ઝકરબર્ગ તેમના પત્ની સાથે આવ્યા હતા. અહીં ઝકરબર્ગ સંપૂર્ણપણે ભારતીય પોશાક પહેરેલા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT