યુવકે Googleમાં નોકરી કરવાની જીદ પકડી, 3 વર્ષમાં 39 વખત રિજેક્ટ થયા બાદ આખરે મળી નોકરી મળી

હિંમત હોય તો વ્યક્તિ ઊંચો હિમાલય પહાડ પણ સર કરી શકે છે. જો કોઈ વ્યક્તિ મનમાં અડગ નિશ્ચય કરી લે તો દુનિયાની કોઈપણ તાકાત તેને…

gujarattak
follow google news

હિંમત હોય તો વ્યક્તિ ઊંચો હિમાલય પહાડ પણ સર કરી શકે છે. જો કોઈ વ્યક્તિ મનમાં અડગ નિશ્ચય કરી લે તો દુનિયાની કોઈપણ તાકાત તેને હરાવી શકતી નથી. અમેરિકામાં આવો જ એક મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ ગૂગલમાં નોકરી કરવાનું નક્કી કરી લીધું. દુનિયાની આ ટોપ ટેક કંપનીમાં તે વ્યક્તિએ એક પછી એક 39 વખત પ્રયાસ કર્યા પરંતુ 40માં પ્રયાસમાં આખરે તેને નોકરી મળી ગઈ. આ વ્યક્તિએ 2019માં ગૂગલમાં એપ્લાય કરવાનું શરૂ કર્યું હતું અને આખરે 3 વર્ષ બાદ તેને 19 જુલાઈએ ગૂગલમાં નોકરી મળી. તેણે ગૂગલને મોકલેલા પોતાના તમામ ઇમેઇલના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જે વાઈરલ થઈ ચૂક્યા છે. તેનો આ સંઘર્ષ દુનિયાભરના લોકો માટે પ્રેરણારૂપ છે.

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં રહેતા આ વ્યક્તિનું નામ ટાઇલર કોહેન છે. કોહેને નક્કી કર્યું હતું કે નોકરી માત્ર ગૂગલમાં જ કરવી છે. તેણે વારંવાર નોકરી માટે એપ્લાસ કર્યું અને રિજેક્ટ થતો રહ્યો. આટલી વખત રિજેક્ટ થવા છતાં પણ નિરાશ થવાની જગ્યાએ તેણે હાર ન માની. આખરે 40માં પ્રયાસમાં તેને સફળતા મળી ગઈ. ગૂગલે તેની અરજી સ્વીકારી લીધી અને તેને નોકરી પર રાખી લીઘો.

કોહેને ગૂગલને મોકલેલા ઇમેઇલ્સનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે મુજબ ઓગસ્ટ 2019માં ગૂગલમાં તેણે એપ્લાય કર્યું હતું. આ બાદ તે સતત ગૂગલમાં એપ્લાય કરતો રહ્યો પરંતુ તેને દરેક વખતે નિરાશ જ મળી. 39મી વખતે તેણે 11 મે 2022માં એપ્લાય કર્યું હતું, પણ નોકરી ન મળી. આખરે 19 જુલાઈએ તેણે 40મી વખત એપ્લાય કર્યું અને આ વખતે ગૂગલે તેને નોકરી આપી દીધી. આ સંઘર્ષની કહાણી દુનિયાભરમાં ખૂબ વાઈરલ થઈ રહી છે.

    follow whatsapp