Mahila Samman Saving Certificate Scheme: સરકારી યોજનાઓ (Government Schemes) કોઈપણ જોખમ વગર લોકોને તગડો નફો આપે છે. આવી જ એક યોજના મહિલાઓ સાથે જોડાયેલી છે, જે તેમને ખૂબ ઓછા સમયમાં ધનિક બનાવી શકે છે. આમાં વધારે પૈસા રોકવાની પણ જરૂર નથી. સરકાર આ યોજના હેઠળ તગડું વ્યાજ આપી રહી છે. પોસ્ટ ઓફિસ (Post Office) દ્વારા તમે આ યોજનામાં એકાઉન્ટ ખોલાવી શકો છો. ચાલો જાણી આ કઈ યોજના છે અને તમે તેમાં કેવી રીતે રોકાણ કરી શકો છો?
ADVERTISEMENT
ઓછા રોકાણે સારું રિટર્ન
સરકારે મહિલાઓને લાભ આપતા સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ એક યોજનાની શરૂઆત કરી હતી, જેને મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજના (Mahila Samman Saving Certificate Scheme)ના નામથી ઓળખવામાં આવે છે. આ યોજના શાનદાર વ્યાજ ઓફર કરે છે. ખાસ વાત તો એ છે કે આ યોજના હેઠળ ઓછામાં ઓછું ઈન્વેસ્ટમેન્ટ કરીને મહિલાઓ સારું રિટર્ન મેળવી શકે છે.
કેટલું મળશે વ્યાજ?
સરકાર આ યોજના હેઠળ 7.5 ટકા વ્યાજ ઓફર કરે છે. આ સ્મોલ સેવિંગ સ્કીમમાં માત્ર 2 વર્ષ માટે રોકાણ કરી શકાય છે. સાથે જ આ યોજના હેઠળ મહત્તમ રોકાણ રકમ 2 લાખ રૂપિયા છે. કેન્દ્ર સરકારે વર્ષ 2023માં મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજના (Mahila Samman Saving Certificate Scheme) શરૂ કરી હતી. તગડા નફાના કારણે આ યોજના થોડા જ સમયમાં પોસ્ટ ઓફિસની ફેમસ યોજનામાં સામેલ થઈ ગઈ છે.
ટેક્સ બેનિફેટનો પણ મળે છે લાભ
કેન્દ્ર સરકારે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આ યોજના શરૂ કરી હતી. મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ (Mahila Samman Saving Certificate Scheme)માં રોકાણ કરવા પર 7.5 ટકાનું જોરદાર વ્યાજ આપવામાં આવે છે, એટલું જ નહીં તેમાં TDS કપાતમાંથી પણ છૂટ મળે છે. CBDT મુજબ, સિનિયર સિટિઝનના કિસ્સામાં આ યોજના પર TDS ત્યારે જ લાગુ થશે જ્યારે નાણાકીય વર્ષ દરમિયાન વ્યાજની આવક 40થી 50 હજાર રૂપિયા થાય છે. આ યોજનાની બીજી ખાસ વાત એ છે કે આમાં 10 વર્ષ કે તેનાથી નાની ઉંમરની છોકરીઓ માટે પણ એકાઉન્ટ ખોલાવી શકાય છે.
કેવી રીતે કરી શકાય છે અરજી?
આ યોજનામાં મળતા વ્યાજની ગણતરી કરીએ તો આ યોજના હેઠળ બે વર્ષના રોકાણ પર 7.5 ટકા વ્યાજ મળી રહ્યું છે અને જો કોઈ મહિલા રોકાણકાર 2 લાખ રૂપિયા રોકાણ કરે છે, તો બે વર્ષના સમયગાળામાં કુલ રિટર્ન 31,125 રૂપિયા થશે. આ યોજના માટે પોસ્ટ ઓફિસ અથવા બેંકો દ્વારા એકાઉન્ટ ખોલાવી શકાય છે. એકાઉન્ટ ખોલાવવા માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, કેવાયસી અને એક ચેક આપવો પડશે.
નોંધ- અમે કોઈને ક્યાંય રોકાણ કરવાની સલાહ આપતા નથી, કોઈપણ જગ્યાએ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.
ADVERTISEMENT