Budget 2024: LPG સિલિન્ડર, સરકારી યોજના અને 80C હેઠળ છૂટ... શું થશે મોટી જાહેરાતો?

Budget 2024: નિર્મલા સીતારામન 23 જુલાઈએ આગામી બજેટ 2024 રજૂ કરશે. આ બજેટ પાસેથી સામાન્ય લોકો, મધ્યમ વર્ગ અને વેપારીઓને ઘણી અપેક્ષાઓ છે.

Budget 2024

Budget 2024

follow google news

Budget 2024: નિર્મલા સીતારામન 23 જુલાઈએ આગામી બજેટ 2024 રજૂ કરશે. આ બજેટ પાસેથી સામાન્ય લોકો, મધ્યમ વર્ગ અને વેપારીઓને ઘણી અપેક્ષાઓ છે. ખાસ કરીને ટેક્સ મુક્તિમાં મોટી રાહત આપવાની વાત થઈ રહી છે. દરમિયાન એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે નિર્મલા સીતારામન આ બજેટમાં ગ્રામજનો માટે શું જાહેરાત કરી શકે છે? ઉજ્જવલા યોજના અને પોસ્ટ ઓફિસ યોજના અંગે ફેરફારોની અપેક્ષા છે.

LPG સબસિડી પર મહત્વનો નિર્ણય!

બિઝનેસ ટુડે પર પ્રકાશિત એક સમાચાર અનુસાર, કેન્દ્ર 23 જુલાઈએ બજેટ 2024માં 9,000 કરોડ રૂપિયાની LPG સબસિડી ફાળવી શકે છે. આ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ના લાભાર્થીઓ માટે હશે. કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2026 સુધી મફત એલપીજી કનેક્શન માટે નાણાકીય સહાય ચાલુ રાખી શકે છે. સરકારે આ યોજના હેઠળ 70,000 થી વધુ નવા કનેક્શન આપવાની પણ જાહેરાત કરી છે.

એલપીજી સબસિડી માટે આટલા કરોડની જાહેરાત

આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલા વચગાળાના બજેટ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારામને કુલ 11,925.01 કરોડ રૂપિયાની એલપીજી સબસિડીની જાહેરાત કરી હતી. કેન્દ્રએ કહ્યું કે, તે પહલ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજના હેઠળ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને રૂ. 1,500 કરોડ ચૂકવશે, જે હેઠળ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) અથવા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. લિમિટેડ (BPCL) જેવી ઓઇલ કંપનીઓ ગ્રાહકોને સીધી LPG રોકડ સબસિડી પૂરી પાડે છે.

ભારતીય સેનામાં જોડાવાની ઉત્તમ તક, 1.42 લાખ રૂપિયા સુધીનો મળશે પગાર

કેટલી સબસિડી અપાશે?

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મે 2016 માં રજૂ કરવામાં આવી હતી, જેથી ગરીબ પરિવારોને સસ્તા ગેસ સિલિન્ડરનો લાભ મળી શકે. આ યોજના હેઠળ કરોડો પરિવારોને સિલિન્ડર દીઠ 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. મે 2022 માં, સરકારે PMUY લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપી હતી, જે ઓક્ટોબર 2023 માં વધારીને 300 રૂપિયા કરવામાં આવી હતી.

અન્ય કયા લાભો મળશે?

સામાન્ય લોકોને રાહત આપતી વખતે કેન્દ્ર સરકાર પોસ્ટ ઓફિસ હેઠળ સ્મોલ સેવિંગ્સ સ્કીમ હેઠળ પણ મોટી જાહેરાત કરી શકે છે. એવી અપેક્ષા છે કે સરકાર આ યોજનાઓના વ્યાજ, કર મુક્તિ મર્યાદા અને રોકાણ મર્યાદામાં વધારો કરી શકે છે. છેલ્લા સંપૂર્ણ બજેટમાં સરકારે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અને મંથલી ઈન્કમ સ્કીમમાં રોકાણની મર્યાદા વધારી હતી.

80C હેઠળ  ટેક્સમાં છૂટછાટ

આ સિવાય સરકાર આવકવેરાની કલમ 80C હેઠળ સામાન્ય લોકો માટે ટેક્સ છૂટની મર્યાદા 1.5 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સનો દાવો છે કે સરકાર આ અંગે વિચાર કરી શકે છે, જેની જાહેરાત 23 જુલાઈ, 2024ના રોજ થઈ શકે છે.

    follow whatsapp