New Loan Rules: જો તમે પણ આગામી દિવસોમાં લોન લેવાનું વિચારી રહ્યા છો તો RBI તરફથી નિયમોમાં ફેરફાર થવાનો છે. જો તમે 1 ઓક્ટોબર પછી લોન લેશો, તો તમને નવા નિયમો હેઠળ લોન મળશે, પરંતુ આ નિયમો અમુક પ્રકારની લોન પર જ લાગુ થશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી આ અંગે જાણકારી આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કહ્યું કે, રિટેલ અને MSME લોન માટેના નિયમો 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે.
ADVERTISEMENT
આપવી પડશે તમામ માહિતી
RBIએ કહ્યું છે કે, બેંકે ઓક્ટોબરથી લોન લેનારને વ્યાજ અને અન્ય ખર્ચ સહિત લોન કરાર વિશે તમામ માહિતી (KFS) આપવી પડશે. આ સમયે વાણિજ્યિક બેંકો દ્વારા ખાસ કરીને લોન લેનારને આપવામાં આવેલા લોન કરારો, આરબીઆઈના કાર્યક્ષેત્રમાં આવતા એકમોની ડિજિટલ લોન અને નાની રકમની લોન સંબંધિત તમામ માહિતી પ્રદાન કરવી ફરજિયાત કરવામાં આવી છે.
RBIએ જાહેર કર્યું નિવેદન
આરબીઆઈએ નિવેદનમાં કહ્યું કે લોન માટે કેએફએસ (KFS) પરના નિર્દેશોને સુમેળ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંકે કહ્યું છે કે આરબીઆઈના કાર્યક્ષેત્રમાં આવતી તમામ નાણાકીય સંસ્થાઓના ઉત્પાદનો અંગે પારદર્શિતા વધારવા અને ગ્રાહકોને લોન વિશે સંપૂર્ણ માહિતી આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી લોન લેનારા નાણાકીય નિર્ણયો સમજી વિચારીને લઈ શકશે.
શક્ય તેટલી વહેલી તકે નવા નિયમો લાગુ કરો
આ નિર્દેશ RBIના નિયમન હેઠળ આવતી તમામ સંસ્થાઓ (RE) તરફથી આપવામાં આવતી રિટેલ અને MSME ટર્મ લોનના કેસમાં લાગુ થશે. KFS એ લોન કરારના મુખ્ય તથ્યોનું સરળ ભાષામાં વર્ણન છે. તેનાથી લોન લેનારાઓને સાચી માહિતી મળશે. કેન્દ્રીય બેંકે કહ્યું છે કે નાણાકીય સંસ્થાઓ શક્ય તેટલી વહેલી તકે માર્ગદર્શિકા લાગુ કરવા માટે જરૂરી પગલાં લેશે.
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ
1 ઑક્ટોબર, 2024 અથવા તે પછી મંજૂર કરાયેલ તમામ નવી રિટેલ અને MSME ટર્મ લોન માટે માર્ગદર્શિકા ફરજિયાત છે. આમાં વર્તમાન ગ્રાહકોને આપવામાં આવેલી નવી લોનનો પણ સમાવેશ થાય છે. આમાં લોન પર વીમા માટે વસુવામાં આવતી ફી અને પ્રોસેસિંગ ફી સહિત અન્ય તમામ પૈસાની વિગતો હશે.
ADVERTISEMENT