LIC Market Value Rise: ગત સપ્તાહ શેરબજાર (Stock Market) માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું હતું. કેટલીકવાર બજાર તૂટયું તો બીજા જ દિવસે તે રોકેટની ઝડપે ગતિએ વધેલું જોવા મળ્યું. જો કે, આખા સપ્તાહ દરમિયાન ચાલેલી આ ઉથલપાથલ છતાં બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સમાં 728 પોઈન્ટનો ઉછાળો રહ્યો હતો. દરમિયાન, સેન્સેક્સની ટોપ-10 કંપનીઓમાંથી છ કંપનીઓના બજાર મૂલ્યમાં વધારો થયો હતો અને તેમાંથી દેશની સૌથી મોટી વીમા કંપની LIC સૌથી વધુ નફો કરતી જોવા મળી. LICના રોકાણકારોએ માત્ર પાંચ દિવસમાં આશરે રૂ. 45,000 કરોડની કમાણી કરી છે.
ADVERTISEMENT
LIC ના રોકાણકારો મોજમાં!
ઉતાર-ચઢાવ વચ્ચે પણ ગત સપ્તાહ શેરબજાર માટે શાનદાર સપ્તાહ સાબિત થયું છે. સેન્સેક્સની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી છના માર્કેટ કેપમાં સંયુક્ત રીતે રૂ. 1,85,186.51 કરોડનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન જે છ કંપનીઓએ ભારે નફો કમાઈને તેમના રોકાણકારો પર નાણાંનો વરસાદ કર્યો છે, તેમાં ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC પ્રથમ સ્થાને હતી. પીટીઆઈ અનુસાર, પાંચ દિવસના ટ્રેડિંગ દરમિયાન LICનું માર્કેટ કેપ વધીને રૂ. 7,46,602.73 કરોડ થઈ ગયું છે. આ હિસાબે જે લોકોએ LIC શેર્સમાં નાણાં રોક્યા છે તેમને 44,907.49 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. LICના શેર ગયા શુક્રવારે 2.51 ટકા વધીને રૂ. 1190 પર બંધ થયા હતા.
આ કંપનીઓએ કમાણી કરી
LIC સિવાય, જે કંપનીઓએ તેમના રોકાણકારો માટે નફો કર્યો છે, તેમાં ટેક જાયન્ટ ઇન્ફોસિસ બીજા ક્રમે છે. ઈન્ફોસીસનું માર્કેટ કેપ રૂ. 35,665.92 કરોડ વધીને રૂ. 7,80,062.35 કરોડ થયું છે. આ સાથે ITCએ રૂ. 35,363.32 કરોડ ઉમેર્યા અને ITC MCap વધીને રૂ. 6,28,042.62 કરોડ થયો. ટાટા ગ્રૂપની આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનું માર્કેટ વેલ્યુ (TCS માર્કેટ વેલ્યુ) રૂ. 30,826.1 કરોડ વધીને રૂ. 15,87,598.71 કરોડ સુધી પહોંચી ગયું છે.
HDFC રોકાણકારોને પણ ફાયદો
ટેલિકોમ જાયન્ટ ભારતી એરટેલ પણ ગયા અઠવાડિયે ટ્રેડિંગના પાંચ દિવસ દરમિયાન રોકાણકારોની આવકની દ્રષ્ટિએ આગળ રહી હતી. એરટેલનું બજાર મૂલ્ય રૂ. 30,282.99 કરોડ વધ્યું છે અને બજાર મૂડી વધીને રૂ. 8,62,211.38 કરોડ થઈ છે. આ સિવાય ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકનું માર્કેટ કેપ રૂ. 8,140.69 કરોડ વધીને રૂ. 12,30,842.03 કરોડ થયું છે.
Gold Price: અચાનક આટલું સસ્તું થયું સોનું... અઠવાડિયામાં 10 ગ્રામ સોનાનો ભાવ ક્યાં પહોંચ્યો?
રિલાયન્સને થયું મોટું નુકસાન
હવે વાત કરીએ એ કંપનીઓની જેમાં ગયા અઠવાડિયે રોકાણકારોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. તો આ યાદીમાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રથમ નંબરે હતી. રિલાયન્સ એમકેપમાં રૂ. 62,008.68 કરોડનો મોટો ઘટાડો થયો હતો અને તે ઘટીને રૂ. 20,41,821.06 કરોડ થયો હતો. જ્યારે ICICI બેન્કનો MCap રૂ. 28,511.07 કરોડ ઘટીને રૂ. 8,50,020.53 કરોડ થયો હતો, જ્યારે SBI માર્કેટ કેપ રૂ. 23,427.1 કરોડ ઘટીને રૂ. 7,70,149.39 કરોડ થયો હતો. હિન્દુસ્તાન યુનિલિવરનું બજાર મૂલ્ય પણ ઘટ્યું છે અને તે રૂ. 3,500.89 કરોડ ઘટીને રૂ. 6,37,150.41 કરોડ થયું છે.
Reliacne બજાર મૂલ્યમાં ટોપ પર
ભલે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો હોય, તેમ છતાં RIL સેન્સેક્સની ટોપ-10 કંપનીઓની યાદીમાં માર્કેટ વેલ્યુના સંદર્ભમાં પ્રથમ સ્થાને છે. આ પછી, TCS, HDFC બેંક, ભારતી એરટેલ, ICICI બેંક, ઇન્ફોસિસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, LIC, હિન્દુસ્તાન યુનિલિવર અને ITC અનુક્રમે ક્રમાંકિત છે.
ADVERTISEMENT