નવી દિલ્હીઃ ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ 2023ના આજે શનિવારે છેલ્લા દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. તેમણે અહીં મચ પર ઘણી બથી બાબતો પર વાત મુકી હતી. તેઓ અહીં #THEINDIAMOMENT નો હિસ્સો બન્યા હતા. તેમણે આ દરમિયાન પોતાના શાસનકાળના છેલ્લા 75 દિવસની વાત કરી હતી, વર્ષ 2023ની વાત કરી હતી. તો આવો જાણીએ તેમણે શું વાત કરી છે.
ADVERTISEMENT
ગુજરાતીઓ માસ્ક પહેરાવાની તૈયારી કરી લોઃ કોરોનાના આંકડાઓમાં વધારો
ભારત દુનિયાનું બીજું સૌથી મોટું મોબાઈલ મેન્યુફેક્ચરર બન્યું- મોદી
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ એક નવો ઈતિહાસ બની રહ્યો છે જેના આપણે બધા જ સાક્ષી છીએ. આજે પુરી દુનિયા ભારતને લઈને એક વિશ્વાસથી ભરલી છે. ભારત દુનિયામાં સૌથી ઝડપી આગળ જનારી અર્થ વ્યવસ્થા છે. સૌથી વધુ સ્માર્ટ ફોન ડેટા કન્ઝ્યૂમર છે ભારત. આજે ભારત દુનિયાનું બીજું સૌથી મોટું મોબાઈલ મેન્યુફેક્ચરર છે. આજે ભારત ત્રીજું થી મોટું સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ છે. પણ જુની વાતો છે કોઈને જરુર પડશે તો ખોદીને કાઢશે. પણ હું આજની વાત કરવા જઈ રહ્યો છું. 2023ના 75 દિવસની જ વાત કરવા જઈ રહ્યો છું.
સુરતમાં 6 વર્ષની બાળકી હવસનો શિકાર બને તે પહેલા દરવાજો તોડી બચાવી લેવાઈ
75 દિવસમાં શું શું થયું તે અંગે નરેન્દ્ર મોદીએ કરી આ વાત
આ 75 દિવસોમાં દેશમાં ઐતિહાસીક ગ્રીન બજેટ આવ્યું, આ 75 દિવસોમાં કર્ણાટકમાં એરપોર્ટનું લોકાર્પણ થયું, આ 75 દિવસોમાં મુંબઈમાં મેટ્રો રેલનો આગામી ફેઝ શરૂ થયો. આ 75 દિવસોમાં દેશમાં દુનિયાના સૌથી લાંબા રિવર ક્રુઝ ચાલ્યું. બેંગલુરુ મેસુર એક્સપ્રેસ શરૂ થયો, દિલ્હી મુંબઈના એક્સપ્રેસવેના એક સેક્શનને શરૂ કરાયો. મુંબઈથી વિશાખાપટનમ વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ થઈ. આઈઆઈટી ધારવાડના પરમેનેન્ટ કેમ્પસનું લોકાર્પણ થયું. ભારતના અંદમાન નિકોબારના 21 દ્વીપોને પરમવીર વિજેતાઓના નામે કર્યા. આ 75 દિવસોમાં જ પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલની બ્લેન્ડિંગ કરીને e20 fuel લોન્ચ કર્યું છે. આ 75 દિવસોમાં જ એશિયાની સૌથી મોટી આધુનિક હેલિકોપ્ટર ફેક્ટરીનું લોકાર્પણ થયું છે. એર ઈન્ડિયાએ દુનિયાના સૌથી મોટા એવિએશનનો ઓર્ડર આપ્યો છે. આ 75 દિવસોમાં જ ભારતે ઈ સંજીવનીના માધ્યમથી 10 કરોડ ટેલિ કન્સલટન્સનનો મુકામ હાંસલ કર્યો છે. આ 75 દિવસોમાં જ ભારતે 8 કરોડ ટેપ વોટર કનેક્શન આપવાનો મુકામ હાંસલ કર્યો છે. આ 75 દિવસોમાં જ યુપી ઉત્તરાખંડમાં રેલ નેટવર્કના 100 ટકા ઈલેક્ટ્રીફીકેશનનું કામ પુરું થયું છે. આ 75 દિવસોમાં જ કનો નેશનલ પાર્કમાં 12 ચિત્તાઓની નવી બેચ આવી છે. ભારતીય મહિલા ટીમે અંડર 19 ક્રિકેટમાં ટી 20 વર્લ્ડ કપ જીત્યો છે. આ 75 દિવસોમાં જ દેશને બે ઓસ્કર જીતવાની ખુશી મળી છે. આ 75 દિવસોમાં જ હજારો વિદેશી ડિપ્લોમેટ્સ જી 20માં હાજરી આપવા ભારત આવ્યા. આ 75 દિવસોમાં જ જી 20ની 88 મહત્વની બેઠક થઈ છે. એનર્જી સમિટ પણ થઇ. આજે જ ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ થઇ. બેંગ્લુરુમાં થયેલા એરોશોમાં 100થી વધારે કંપની આવી. તુર્કીની મદદ માટે ભારતે ઓપરેશન દોસ્ત ચલાવ્યું. થોડા કલાકો પહેલા ભારત બાંગ્લાદેશ ગેસ પાઇપલાઇનનું લોકાર્પણ થયું. 75 દિવસની યાદી જ એટલી મોટી છે કે સમય ઓછો પડી જશે. અને હું 75 દિવસની કેટલીક વાતો એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ જ ઇન્ડિયા મોમેન્ટનું રિફ્લેક્શન છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT