તહેવારની સિઝનમાં ડુંગળી અને દાળની કિંમતોને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો મોંઘવારી મુદ્દે વિગતવાર

દિલ્હીઃ સરકારે કહ્યું કે તહેવારોની સિઝનમાં લોકોને ડૂંગળી અને દાળોના ભાવ પર મોંઘવારીની અસર થશે નહીં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે યોગ્ય માત્રામાં બફર સ્ટોક હોવાના કારણે…

gujarattak
follow google news

દિલ્હીઃ સરકારે કહ્યું કે તહેવારોની સિઝનમાં લોકોને ડૂંગળી અને દાળોના ભાવ પર મોંઘવારીની અસર થશે નહીં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે યોગ્ય માત્રામાં બફર સ્ટોક હોવાના કારણે આ બંનેની કિંમત વધશે નહીં. કન્ઝ્યુમર અફેર સેક્રેટરી રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું કે સરકાર પાસે 2022-23 માટે 2.5 લાખ ટનથી વધુ ડુંગળીનો સ્ટોક છે. આમાં રાજ્યોને 54 લાખ ટન ડુંગળી આપવામાં આવી છે.

કઠોળના મામલે તેમણે કહ્યું કે દેશમાં અડદ, મગ અને મસૂરનો બફર સ્ટોક 43 લાખ ટનથી વધુ છે. વિવિધ રાજ્યોની માંગને ધ્યાનમાં રાખીને 20-27 લાખ ટન દાળની આયાત કરવામાં આવી છે. આ ઉપરાંત, કેન્દ્રએ મધ્યાહન ભોજન અને અન્ય કલ્યાણકારી યોજનાઓ માટે લગભગ 88,000 ટન ચણાની દાળ રાજ્યોને બજાર કિંમત કરતાં 8 રૂપિયા ઓછી કિંમતે સપ્લાય કરી છે. સેક્રેટરીએ કહ્યું કે ડુંગળીના અખિલ ભારતીય સરેરાશ છૂટક ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 28 ટકાનો ઘટાડો થયો છે.

કમોસમી વરસાદની નજીવી અસર
રોહિત કુમારે વધુમાં કહ્યું કે, કમોસમી વરસાદના કારણે ડૂંગળીના ઉત્પાદન પર સામાન્ય અસર જોવા મળી શકે છે. પરંતુ બફર સ્ટોક હોવાના કારણે અમે આ અછતને દૂર કરીશું. સ્થાનિક વિસ્તારોમાં કિંમતોના આધારે બફર સ્ટોકથી બજારમાં ડૂંગળીને રાખીશું. રાષ્ટ્રીય બફર સ્ટોકથી અત્યારસુધી 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લગભગ 54 હજાર ટન ડુંગળી આપવામાં આવી છે.

    follow whatsapp