Stock Market: ભાજપની સરકાર બનશે તો આ શેર રોકેટની જેમ ભાગશે, જુઓ એક્સપર્ટનું લિસ્ટ

Lok Sabha Elections 2024 trading strategy: Lok Sabha Election 2024 ના છેલ્લા તબક્કા માટે 1 જૂને મતદાન થવાનું છે. આ પછી, 4 જૂને લોકસભાના પરિણામો સામે આવશે અને નક્કી થશે કે કોની સરકાર બનવા જઈ રહી છે.

Stock Market

Stock Market

follow google news

Lok Sabha Elections 2024 trading strategy: Lok Sabha Election 2024 ના છેલ્લા તબક્કા માટે 1 જૂને મતદાન થવાનું છે. આ પછી, 4 જૂને લોકસભાના પરિણામો સામે આવશે અને નક્કી થશે કે કોની સરકાર બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતોએ ચૂંટણી પરિણામોને લઈને પોતાનો અભિપ્રાય આપ્યો છે અને કહ્યું છે કે, જો NDA ગઠબંધનની સરકાર બનશે તો બજારમાં શું થશે અને કયા એવા શેર છે જે રોકેટની જેમ ભાગશે?

જુઓ એક્સપર્ટએ શું કહ્યું?

એવામાં એક શેરબજારના નિષ્ણાત આગાહી કરતાં કહ્યું છે કે, જો ફરીથી ભાજપની સરકાર બને છે તો શેરબજારના અમૂક શેરમાં ઉછળો આવશે. Prabhudas Lilladherના ઈન્સ્ટીટ્યૂશનલ એક નિષ્ણાતના અનુમાનના આધારે દલાલ સ્ટ્રીકના રોકાણકારો માટે નીચે મુજબના સેક્ટર્સના પ્રમુખ શેર ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમના મત પ્રમાણે ભાજપાના ધોષણા પત્ર આર્થિક મોર્ચા પર વધારે સ્પષ્ટતા આપે છે જેમાં વિશ્વ સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચક મેન્યૂફેક્ચરિંગથી લઈને ટેક્નોલોજી સેક્ટરમાં ઈન્વેસ્ટમેન્ટના શેર પર નજર રહેશે.

Video: રાજકોટ અગ્નિકાંડ મામલે Amit Shah ની એન્ટ્રી! પદાધિકારીઓ અને નેતાઓના જીવ તાળવે...

અદાણીના આ શેર પર પણ નજર

આ નિષ્ણાત અનુસાર ભાજપાએ આવનાર અમુક વર્ષો માટે દર વર્ષે 5,000 કિમીથી વધારે નવા રેલ ટ્રેક, કવચ ટ્રેન સુરક્ષા પ્રણાલીના વિસ્તાર સહિત હાલના સ્ટેશનોને વિશ્વ સ્તરીય સ્ટેશનોમાં પુનર્વિકાસ કરવા સહિત ગ્રામ માર્ગ યોજનાના વિસ્તારની વાત કરી છે. એવામાં લાર્સન એન્ડ ટૂબ્રો, અદાણી પોર્ટ્સના શેર તમને માલામાલ બનાવી શકે છે. ઉપરાંત કેપિટલ ગુડ્સ સેક્ટરમાં સીમેંસ, એબીબી, કાર્બોરંડમ, ઈંગરસોલ રેન્ડ અને કિર્લોસ્કર ન્યૂમેટિક પર પણ નજર રાખી શકીએ છીએ. તેમના મત પ્રમાણે NDA ના સત્તામાં આવવા પર રેલવે, ડિફેંસ અને પીએસયુ શેર ખૂબ જ સારા સાબિત થઈ શકે છે. 

કેટલાક એવા શેર જે હોટ ફેવરિટ 

L&T
મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ
ભારત ડાયનેમિક્સ
હિંદુસ્તાન એરોનોટિક્સ
ભારત ઈલેક્ટ્રોનિક્સ
કોચીન શિપયાર્ડ
અલ્ટ્રાટેક સિમેન્ટ
અંબુજા સિમેન્ટ
સ્ટલિંગ વિલ્સન
વારી રિન્યૂએબલ
BEML

(નોંધ- શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)

    follow whatsapp