જુનાગઢમાં 2000 લીટર દૂધ બજારમાંથી પાછું ખેંચવું પડ્યું, કેમ?

ભાર્ગવી જોશી.જુનાગઢઃ ગુજરાતના જુનાગઢમાં સહકારી ડેરીએ પોતાની ડેરીનું 2000 લીટર દૂધ બજારમાંથી પાછું ખેંચ્યું છે. દૂધમાં સ્વાદ અને પ્યોરિટીમાં મિલાવટની આશંકાઓ ગ્રાહકો દ્વારા વ્યક્ત કરવામાં…

જુનાગઢમાં 2000 લીટર દૂધ બજારમાંથી પાછું ખેંચવું પડ્યું, કેમ?

જુનાગઢમાં 2000 લીટર દૂધ બજારમાંથી પાછું ખેંચવું પડ્યું, કેમ?

follow google news

ભાર્ગવી જોશી.જુનાગઢઃ ગુજરાતના જુનાગઢમાં સહકારી ડેરીએ પોતાની ડેરીનું 2000 લીટર દૂધ બજારમાંથી પાછું ખેંચ્યું છે. દૂધમાં સ્વાદ અને પ્યોરિટીમાં મિલાવટની આશંકાઓ ગ્રાહકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. જેને લઈને સાવજ ડેરી સંચાલકોએ તાત્કાલીક ધોરણે 2000 લીટર દૂધ બજારમાંથી પાછું ખેંચ્યું છે.

શિંદે સરકારનું શું થશે? મહારાષ્ટ્રની રાજનીતિનો આજે મોટો દિવસ,’સુપ્રીમ’ નિર્ણય

ગરમીના કારણે દૂધ બગડ્યુંઃ ડેરી ચેરમેન
સાવજ ડેરીના સંચાલકોએ તાત્કાલીક ધોરણે 2 હજાર લીટર દૂધ માર્કેટમાંથી પાછું ખેંચવાનો નિર્ણય કર્યો છે. સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા કહે છે કે, ગરમીને કારણે દૂધમાં સ્વાદ અને ગુણવત્તામાં ફેરફાર થયો છે તે સિવાય બીજી કોઈ વાત નથી. સાવજ ડેરી અમૂલ ડેરીના સહયોગથી દૂધ અને ડેરી પ્રોડક્ટ બનાવે છે. આ ઘટનાના કારણે અમૂલ ડેરીની શાખ પર પણ અસર પડી શકે છે.

તપાસ થાય તો…
ખરેખર, ભાજપના નેતાઓની આ સાવજ ડેરીના એક પ્લાન્ટનું હાલમાં જ સી આર પાટીલ (ભાજપ પ્રદેશ અધ્યક્ષ)ના હાથે ઉદ્ઘાટન થયું હતું. હવે સવાલ એ છે કે દૂધ ખરેખર ગરમીના કારણે બગડ્યું? અથવા દૂધમાં કોઈ મીલાવટ કરવામાં આવી રહી છે. તેની યોગ્ય તપાસ થાય તો સંપૂર્ણ મામલો સામે આવી શકે છે.

    follow whatsapp