Reliance Jio 3 New Plans: Jioએ હાલના રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કર્યા બાદ હવે તેના પ્રીપેડ યૂઝર્સ માટે ત્રણ નવા સસ્તા પ્લાન રજૂ કર્યા છે. નવા પ્લાનમાં ફ્રી કોલિંગ, ડેટા અને OTT સ્ટ્રીમિંગનો લાભ મળશે. આ પગલું તેના પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા અને યૂઝર્સને ઓછી કિંમતે વધુ વેલિડિટી, ડેટા, કૉલ્સ અને OTT લાભો આપવા માટે બનાવ્યો છે. ચાલો તમને Jio ના આ ત્રણ નવા પ્લાન વિશે વિગતવાર જણાવીએ...
ADVERTISEMENT
1) Jio નો 329 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
Jioનો રૂ. 329 પ્રીપેડ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન ગ્રાહકોને અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને 100 SMS/દિવસ સાથે દરરોજ 1.5GB ડેટા આપે છે. આ પ્લાનની ખાસિયત JioSaavn Proનું સબસ્ક્રિપ્શન છે, જેના દ્વારા યુઝર્સ એડ ફ્રી ગીતો મફતમાં સાંભળી શકે છે. આ પ્લાનમાં કોઈ 5G ઓફર સામેલ નથી.
2) Jio નો 949 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
Jioનો રૂ. 949 પ્રીપેડ પ્લાન 84 દિવસની સર્વિસ વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને 100 SMS/દિવસ ઑફર કરે છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે બંડલ કરેલ Disney + Hotstar મોબાઇલ સબસ્ક્રિપ્શન છે જે 3 મહિના સુધી ચાલશે.
3) Jio નો 1049 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
રિલાયન્સ જિયોનો રૂ. 1049નો પ્લાન 84 દિવસની સર્વિસ વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને 100 SMS/દિવસ ઉપલબ્ધ છે. આ પ્લાનમાં SonyLIV અને ZEE5 OTT પ્લેટફોર્મનો લાભ ઉપલબ્ધ છે. આ પ્લાન સાથે અનલિમિટેડ 5G ઇન્ટરનેટ ઉપલબ્ધ છે. Jioના તમામ પ્લાન વિશે જાણવા અહીં ક્લિક કરો...
આ પણ વાંચોઃ Jioએ ચૂપચાપ ઘટાડ્યા રિચાર્જ ભાવ : પહેલા મોંઘો કર્યો, હવે 200 રૂપિયા સસ્તો કર્યો આ પ્લાન
ADVERTISEMENT