Multibagger Stocks: શેર બજારમાં એક કંપનીએ શાનદાર ગ્રોથ મેળવ્યો છે. સ્મોલ કેપની આ કંપનીએ એક વર્ષમાં રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે. તો હવે કંપનીએ નાણાકીય વર્ષ 2023-24 (FY24)ના ચોથા ક્વાર્ટર અને આખા વર્ષના પરિણામો રજૂ ક્યા છે. આ એક સ્ટીલ કંપની છે, જેનું ફોક્સ ડક્ટાઈલ આયર્ન પાઈપ્સ (DI પાઈપ્સ) અને સ્પેશિયલ-ગ્રેડ ફેરો એલોય જેવી પ્રોડક્ટ્સ પર છે.
ADVERTISEMENT
આ જય બાલાજી ઈન્ડસ્ટીઝ (Jai Balaji Industries) છે, જેણે 31 માર્ચે પૂર્ણ થયેલા નાણાકીય વર્ષમાં 1,421%નો ગજબનો ગ્રોથ દર્શાવતા 879.57 કરોડ રૂપિયાનું નેટ પ્રોફિટ મેળવ્યું છે. જય બાલાજીએ નાણાકીય વર્ષ 24માં 6,413.78 કરોડ રૂપિયાનું પોતાનું અત્યાર સુધીનું સૌથી વધુ ગ્રોસ વેચાણ નોંધાવ્યું, જે વાર્ષિક ધોરણે 4.71% વધારે છે.
આ પણ વાંચોઃ Taarak Mehta ના 'સોઢી'નું થયું અપહરણ? પોલીસને મળ્યા મહત્વના CCTV ફૂટેજ
ત્રણ મહિનામાં કેવો રહ્યો પ્રોફિટ?
ત્રણ મહિના પ્રદર્શનની વાત કરીએ તો જય બાલાજીનું નેટ પ્રોફિટ Q4FY24માં 272.98 કરોડ રુપિયા રહ્યું, જ્યારે ગયા વર્ષના સમાન ત્રણ મહિનામાં 13.08 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જ્યારે ત્રિમાસિક ધોરણે ગ્રોસ વેચાણ વાર્ષિક ધોરણે 7.05% વધીને રૂ. 1,845.60 કરોડ થયું. જય બાલાજી ઈન્ડસ્ટ્રીઝ (Jai Balaji Industries)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય જાજોડિયાએ જણાવ્યું કે અમે 1,121 કરોડ રૂપિયાનો પ્રભાવશાળી EBITDA હાંસલ કર્યો છે.
1 વર્ષ પહેલા 53 રૂપિયા હતો ભાવ
જય બાલાજી (Jai Balaji Industries Share) 25 અપ્રિલ 2023ના રોજ 53.03 રૂપિયા પ્રતિ શેરના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા. પરંતુ આજે તેના શેર 1,085 પર પહોંચી ચૂક્યા છે. આ શેરે એક વર્ષમાં લગભગ 1900 ટકા રિટર્ન આપ્યું છે. જોકે, શુક્રવારે કંપનીના શેરમાં 0.40%નો ઘટાડો થયો હતો. આ શેરે છેલ્લા એક મહિનામાં 16.89% નું રિર્ટન આપ્યું છે. આ સિવાય આ શેર છ મહિનામાં 87.21% વધ્યો છે. તો કંપનીની માર્કેટ કેપ પણ એક વર્ષમાં 771.32 કરોડ રૂપિયાથી વધીને 18,744.48 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ US Accident: અમેરિકામાં કાર અકસ્માતમાં 3 ગુજરાતી મહિલાઓના કરુણ મોત, 20 ફૂટ ઊંચી ઉછળી કાર
1 લાખ લગાવનાર માલામાલ!
જો કોઈએ એક વર્ષ પહેલા 53 રૂપિયાના ભાવે આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેમના 1 લાખ રૂપિયા લગભગ 20 લાખ રૂપિયામાં પરિવર્તિત થયા હોત. એવી જ રીતે જેમણે છ મહિના પહેલાં 1 લાખનું રોકાણ કર્યું હોત તેમની પાસે આજે 1.89 લાખ રૂપિયા હોત.
(નોંધ- શેર બજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લો.)
ADVERTISEMENT