દિલ્હીઃ IRCTCની બીજી રામાયણ યાત્રા ટ્રેન મુસાફરોની અછતને કારણે રદ કરવામાં આવી છે. આ ટ્રેન 24 ઓગસ્ટથી દોડવાની હતી. IRCTC અનુસાર, ભારત ગૌરવ યાત્રા અંતર્ગત રામાયણ શ્રેણીની આ બીજી ટ્રેન હતી, પરંતુ મુસાફરોની અછતને કારણે તેને રદ કરવી પડી હતી.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન દ્વારા IRCTC મુસાફરોને રામાયણ યાત્રા કરાવે છે. આ ટ્રેન અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ, હમ્પી, રામેશ્વરમ તેમજ નેપાળમાં જનકપુર જેવા તીર્થસ્થળોની યાત્રા કરે છે.
રામાયણ યાત્રા કેટલા સમયમાં પૂર્ણ થાય છે?
IRCTCની રામાયણ યાત્રા ટ્રેન 19 રાત અને 20 દિવસમાં તેની યાત્રા પૂરી કરે છે. પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને ભગવાન રામ, અયોધ્યા, નંદીગ્રામ, જનકપુર, સીતામઢી, બક્સર, વારાણસી, સીતા સંહિતા સ્થળ, પ્રયાગરાજ, શૃંગારપુર, ચિત્રકૂટ, નાસિક, હમ્પી, રામેશ્વરમ, કાંચીપુરમ, ભદ્રાચલમ વગેરે સાથે સંબંધિત મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોની મુલાકાત કરાવવામાં આવે છે.
ADVERTISEMENT