Flipkart Big Saving Days Sale Discount on iPhone 15: એપલ iPhone 15 લૉન્ચ થયો તેને લગભગ એક વર્ષ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં જ હવે આઈફોન 16 સિરીઝ આવી રહી છે. આ પહેલા જ ફ્લિપકાર્ટ (Flipkart) પર બિગ સેવિંગ ડે સેલમાં iPhone 15 (128GB) 65,249 રૂપિયામાં વેચાઈ રહ્યો છે, જે લૉન્ચ કિંમત કરતા 12,651 રૂપિયા ઓછી છે. તો ફોન પર બેંક ઓફર અને એક્સચેન્જ ડિલ પણ છે. જેનાથી કિંમત હજુ પણ ઘટી શકે છે. જેથી આ Appleના iPhone પર એક શાનદાર ડિલ બની જાય છે. એપલ કંપનીએ ગયા વર્ષે iPhone 15ને 79,900 રૂપિયાની પ્રારંભિક કિંમતે લૉન્ચ કર્યો હતો.
ADVERTISEMENT
iPhone 15 પર ડિસ્કાઉન્ટ ઓફર
iPhone 15 હાલમાં કોઈપણ બેંક ઓફર વિના ડિસ્કાઉન્ટ બાદ રૂ. 65,249 પર લિસ્ટેડ છે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ ધારકો ફોન પર 3,263 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે, જેથી કિંમત 61,986 રૂપિયા થઈ જશે. આ ઉપરાંત એક એક્સચેન્જ ઑફર પણ છે, જેના હેઠળ તમે તમારા જૂના ફોનને એક્સચેન્જ કરીને 42,100 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો, જોકે વાસ્તવિક એક્સચેન્જ વેલ્યુ તમારા ડિવાઈસની કંડીશન પર આધારિત છે.
શાનદાર કેમેરા પાવરફુલ ચિપસેટ
જ્યારે સ્પેક્સની વાત આવે છે, તો iPhone 15 એક શાનદાર સ્માર્ટફોન છે, જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો અને પાવરફુલ A16 બાયોનિક ચિપસેટ છે. જોકે, iPhone 16 ની રાહ જોવી એ એક સમજદાર પગલું હોઈ શકે છે. કારણ કે આઈફોન 16 આવ્યા બાદ યુઝર્સ લેટેસ્ટ ટેક્નોલોજી અને નવા ફીચર્સનો લાભ ઉઠાવી શકે છે. સાથે જ નવા મોડલના લોન્ચિંગ બાદ તમને iPhone 15 આનાથી પણ ઓછી કિંમતે મળી શકે છે.
iPhone 16ની કેમ જોવી જોઈએ રાહ
iPhone 16ની ચોક્કસ રીલિઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, તે 10 સપ્ટેમ્બરની આસપાસ લૉન્ચ થઈ શકે છે. આનો અર્થ એ છે કે થોડા અઠવાડિયામાં iPhone 15 ફ્લિપકાર્ટ પર આજે જે ઓફર કરવામાં આવી રહી છે તેના કરતા પણ ઓછી કિંમતે મળી શકે છે.
ADVERTISEMENT