દિલ્હીઃ જો તમે વીમા પોલિસી લીધી છે તો હવે માનસિક બીમારીઓ પણ તેમાં આવરી લેવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સના આધારે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Irdai)એ 1 નવેમ્બરથી તેને ફરજિયાત બનાવ્યું છે. તેણે કહ્યું છે કે આ તમામ સ્વાસ્થ્ય વીમા કંપનીઓ માટે લાગુ થશે.
ADVERTISEMENT
પોલિસી લીધા પછી બીમારીમાં લાગૂ થશે
નવી પોલિસીમાં આવા પ્રકારના રોગોથી સંબંધિત દાવાઓને નકારી શકાય નહીં. તે જૂની વીમા પોલિસીમાં લાગુ કરવામાં આવી છે. જોકે, જો પોલિસી લીધા પછી બીમારી થાય તો આ લાગુ થશે. જો રોગ પહેલાથી જ છે તો તેને જૂની પોલિસીમાં આવરી લેવાશે નહીં.
આ નિયમનો અર્થ એ છે કે દર્દીના હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને સારવારનો ખર્ચ આરોગ્ય વીમા કંપનીએ ઉઠાવવો પડશે. આ ડિપ્રેશન અને અલ્ઝાઈમર જેવા રોગોને પણ આવરી લેશે.
ADVERTISEMENT