મોંઘવારીનો માર: 20 વર્ષ પહેલા રૂ.1000માં ખરીદાતી વસ્તુ આજે કેટલામાં મળે છે? આટલી ઘટી પૈસાની વેલ્યૂ

નવી દિલ્હી: મોંઘવારી ની ચર્ચા સૌ કોઈ કરી રહ્યું છે. મોંઘવારીની અસર તમામ પર થઈ છે. ફુગાવાને અર્થશાસ્ત્રમાં એવો ટેક્સ કહેવામાં આવે છે, જે દેખાતો…

gujarattak
follow google news

નવી દિલ્હી: મોંઘવારી ની ચર્ચા સૌ કોઈ કરી રહ્યું છે. મોંઘવારીની અસર તમામ પર થઈ છે. ફુગાવાને અર્થશાસ્ત્રમાં એવો ટેક્સ કહેવામાં આવે છે, જે દેખાતો નથી, પરંતુ તેની અસરમાંથી કોઈ બચી શકતું નથી. આ એક ટેક્સ છે જે દરેક વ્યક્તિ ચૂકવે છે. હાલમાં, ભારતમાં છૂટક ફુગાવાનો દર 7 ટકા છે અને તે સતત આઠ મહિનાથી રિઝર્વ બેન્કની 6 ટકાની ઉપલી મર્યાદાથી ઉપર છે. ફુગાવાની સૌથી ખરાબ અસર એ છે કે તેના કારણે પૈસાનું મૂલ્ય ઘટે છે, એટલે કે ખરીદશક્તિ ઘટી જાય છે. ચાલો જાણીએ કે 20 વર્ષ પહેલા 1000 રૂપિયામાં શું ખરીદવું શક્ય હતું અને આજે આટલા રૂપિયામાં શું ખરીદી શકાય છે.

બિઝનેસ ટુડેએ આ સરખામણી માટે CMIE પાસેથી ઐતિહાસિક ડેટાની મદદ લીધી છે. આ દર્શાવે છે કે છેલ્લા 20 વર્ષમાં કેટલીક વસ્તુઓના ભાવમાં 400 ટકાથી વધુનો વધારો થયો છે. બિઝનેસ ટુડેએ સરખામણી માટે અનાજ, કઠોળ, પેટ્રોલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો અને અન્ય કિંમતી ધાતુઓ જેવી ચીજવસ્તુઓના ભાવનો ઉપયોગ કર્યો હતો. આ જોઈને સ્પષ્ટ દેખાય છે કે છેલ્લા 20 વર્ષોમાં ભારતીયોની ખરીદશક્તિ પર કેવી અસર થઈ છે.

ચોખાની કિમતમાં 870 ટકાનો વધારો
છેલ્લા 21 વર્ષમાં નોન-બાસમતી ચોખાના ભાવમાં 423 ટકાનો વધારો થયો છે. 2000-01માં જ્યાં તેની જથ્થાબંધ કિંમત 5.27 રૂપિયા હતી તે હવે વધીને 27.55 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે, 2001માં 190 કિલો નોન-બાસમતી ચોખા 1000 રૂપિયામાં ખરીદવાનું શક્ય હતું, પરંતુ હવે માત્ર 36 કિલો ખરીદી શકાશે. એ જ રીતે બાસમતી ચોખાની કિંમત 629 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 6107 રૂપિયા થઈ ગઈ છે. આ 870 ટકાનો મોટો ઉછાળો છે. આ 21 વર્ષમાં ઘઉંના ભાવમાં 166 ટકાનો વધારો થયો છે. એ જ રીતે જુવાર અને બાજરીના ભાવમાં આ સમયગાળા દરમિયાન અનુક્રમે 420 ટકા અને 242 ટકાનો વધારો થયો છે.

 

દાળ થઈ આટલી મોંઘી
2000-01 દરમિયાન તુવેરની કિંમત 1800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી જે હવે 5820 રૂપિયા છે. આ 21 વર્ષમાં 224 ટકાનો ઉછાળો છે. એ જ રીતે ચણાનો ભાવ 1400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી 263 ટકા વધીને 5090 રૂપિયા થયો છે. અન્ય કઠોળની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન અડદ, મગ અને મસૂરના ભાવમાં અનુક્રમે 264 ટકા, 253 ટકા અને 340 ટકાનો વધારો થયો છે. મતલબ કે 2001માં 59 કિલો અડદની દાળ 1000 રૂપિયામાં ખરીદી શકાતી હતી, પરંતુ હવે માત્ર 16 કિલો જ 1000 રૂપિયામાં મળશે.

ડિઝાલની કિમત 360 ટકા વધી
2002-03માં દિલ્હીમાં પેટ્રોલની કિંમત 29.5 રૂપિયા પ્રતિ લિટર હતી, જે હવે 233 ટકા વધીને 98 રૂપિયા થઈ ગઈ છે. એ જ રીતે ડીઝલની કિંમત 19 રૂપિયાથી 360 ટકા વધીને 87.5 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. મતલબ કે 2003માં 52 લિટર ડીઝલ 1000 રૂપિયામાં મળતું હતું, પરંતુ હવે માત્ર 11 લિટર જ મળશે.

સોના- ચાંદીની કિમતમાં થયો વધારો
2004-05માં મુંબઈના બજારમાં 10 ગ્રામ સોનું 6000 રૂપિયામાં મળતું હતું. હવે તેની કિંમત 700 ટકા વધીને 48 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. એ જ રીતે, ચાંદીની કિંમત 2004-05માં 10,350 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી 527 ટકા વધીને 64,900 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

માથાદીઠ આવકમાં 700 ટકાનો વધારો થયો
એવું નથી કે આ સમય દરમિયાન ખરાબ જ ખરાબ થયું છે. તેમાં કોઈ શંકા નથી કે મોંઘવારીને કારણે ખરીદશક્તિ ઘટી છે, પરંતુ તેની સાથે લોકોની આવકમાં પણ વધારો થયો છે. 2000-01 દરમિયાન ભારતની માથાદીઠ આવક માત્ર 18,667 રૂપિયા હતી. હવે તે વધીને 1.50 લાખ રૂપિયા થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે છેલ્લા 21 વર્ષમાં ભારતમાં લોકોની સરેરાશ આવકમાં 700 ટકાનો વધારો થયો છે.

    follow whatsapp