ગ્લોબલ પડકારો વચ્ચે પણ ભારતનું શાનદાર પ્રદર્શન, પ્રથમ ક્વાર્ટરમાં 13.5% GDP ગ્રોથ નોંધાયો

દિલ્હી: દુનિયભારની અર્થવ્યવસ્થા ભલે મંદી અને મોંઘવારીના મારથી પરેશાન હોય, પરંતુ ભારતીય અર્થવ્યવસ્થા તમામ પડકારો બાદ પણ ઝડપથી આગળ વધી રહી છે. બુધવારે જાહેર કરાયેલા…

gujarattak
follow google news

દિલ્હી: દુનિયભારની અર્થવ્યવસ્થા ભલે મંદી અને મોંઘવારીના મારથી પરેશાન હોય, પરંતુ ભારતીય અર્થવ્યવસ્થા તમામ પડકારો બાદ પણ ઝડપથી આગળ વધી રહી છે. બુધવારે જાહેર કરાયેલા પ્રથમ ક્વાર્ટરના GDPના અધિકારીક આંકડાથી આ વાતનો સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે. આંકડા મુજબ, જૂન 2022ના ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થાએ 13.5 ટકાના દરે શાનદાર વૃદ્ધિ કરી. તમામ અનુમાન પણ ભારતના પ્રકારના આંકડાની આશા કરી રહ્યા હતા.

મંદીની ઝપટમાં મોટી અર્થવ્યવસ્થાઓ
ભારતની અર્થવ્યવસ્થાના આ આંકડા એવા સમયે આવ્યા છે, જ્યારે દુનિયાની ઘણી વિકસિત અર્થવ્યવસ્થાઓ ધરાશાયી થઈ ગઈ છે. દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાની વાત કરીએ તો તે ઔપચારિક રીતે મંદીમાં છે. જૂનના ક્વાર્ટર દરમિયાન અમેરિકન GDPમાં 0.6 ટકાનો ઘટાડો થયો છે. આ પહેા માર્ચ ક્વાર્ટરમાં અમેરિકન ઈકોનોમીની સાઈઝ 1.6 ટકા ઓછી થઈ હતી. જો કોઈ ઈકોનોમી સતત બે ક્વાર્ટરમાં ઘટાડો થાય તો તેને અર્થવ્યવસ્થા મંદીની ઝપટમાં આવી ચૂકેલી કહેવાય છે. બ્રિટનની અર્થવ્યવસ્થા પણ મંદીમાં આવવાની સ્થિતિમાં છે. જાન્યુઆરીના ક્વાર્ટરમાં બ્રિટિશ ઈકોનોમીમાં 0.8 ટકા ઘટાડો આવ્યો. જ્યારે જૂનના ક્વાર્ટરમાં પણ ઘટાડાના સંકેત મળી રહ્યા છે.

જુલાઈમાં સુસ્ત પડ્યો કોર સેક્ટર
આ પહેલા નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરમાં ભારતનું ઘરેલુ ઉત્પાદન 4.1 ટકાના દરથી વધ્યું હતું. સમગ્ર નાણાકીય વર્ષની વાત કરીએ તો 2021-22 દરમિયાન જીડીપી ગ્રોથ રેટ 8.7 ટકા રહ્યો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના આંકડા મુજબ, જૂન 2022 ક્વાર્ટરમાં ભારતીય ઈકોનોમિક ગ્રોથ 13.5 ટકા રહ્યો. NSOએ સાથે એ પણ જણાવ્યું કે, જુલાઈ મહિનામાં કોર સેક્ટરનું આઉટપુટ સુસ્ત પડ્યું છે. વર્ષ પહેલા કોર સેક્ટરનો ગ્રોથ રેટ 9.9 ટકા રહ્યો હતો, જે જુલાઈ 2022માં ઘટીને 4.5 ટકા પર આવી ગયો.

    follow whatsapp