લંડનઃ ભારત અને બ્રિટેન FTA (ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ)ને દિવાળી સુધીમાં પૂરો કરવા કરી દેવાય એના માટેની તૈયારીઓ હાથ ધરી દીધી છે. પાંચમા રાઉન્ડની ચર્ચા પછી બ્રિટેનના ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ (DIT)ના સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે 85 સેશનમાં 15 નીતિગત મુદ્દાઓ પર ચર્ચા થઈ ચુકી છે. આ અંગે વધુ એક ચર્ચાનું સેશન આ મહીનાનાં અંતમાં બ્રિટેનમાં આયોજિત થવાનું છે.
ADVERTISEMENT
DITના પ્લાનિંગ પ્રમાણે બંને દેશોના અધિકારી ઓક્ટોબર 2022ના અંત સુધીમાં એક વ્યાપક અને સંતુલિત એફ.ટી.એ ડ્રાફ્ટ તૈયાર કરી લેશે. આની પહેલા ભારતના વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે દિલ્હીમાં આયોજિત એક સંમેલનમાં કહ્યું હતું કે ભારત અને બ્રિટેન વચ્ચે એફ.ટી.આઈ માટે વાતચીત ઝડપથી આગળ વધી રહી છે.
2030 સુધી દ્વિપક્ષીય વેપાર બમણો થવાની સંભાવના
ગ્રાન્ટ થાર્નટન તથા સીઆઈઆઈના રિપોર્ટ પ્રમાણે ભારત અને બ્રિટેન વચ્ચે દ્વિપક્ષીય વેપાર અત્યારે જે સ્તર પર છે એના કરતા 2030 સુધીમાં બમણો થવાની સંભાવના રહેલી છે. ડી.આઈ.ટી અને ભારતીય ઉદ્યોગ પરિસંઘની પાર્ટનરશિપમાં ગ્રાન્ટ થાર્નટને બ્રિટેન મીટ્સ ઈન્ડિયા રિપોર્ટ 2022માં જણાવ્યું હતું કે બંને દેશોની કંપનીઓ એકબીજાની અર્થ વ્યવસ્થાને સહયોગ આપી રહી છે.
ADVERTISEMENT